જૂનાગઢના મહંત રાજ ભારતી બાપુએ કર્યો આપઘાત, મહિલા સાથેની ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે, પણ હાલ આપઘાતનો ચોંકાવનારો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે, જેમાં ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલ ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ પોતાની જ પિસ્તોલથી લમાણામાં ગોળી મારી આપઘાત કરી લીધો છે, જેને લઇને ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા જ રાજ ભારતી બાપુ દારૂ પીતા હોય તેવો વીડિયો અને કેટલાક ઓડિયો વાયરલ થયા હતા અને આને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યુ છે. રાજ ભારતી બાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જ ગોળી મારી જીવન ટૂંકાવી લીધુ. તેમને લોહીલુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયું હતું.

જણાવી દઇએ કે રાજ ભારતી બાપુનો થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ દારૂ પીતા જોવા મળ્યા હતા. આ સિવાય તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા, જેને લઇને સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો. હાલ તો પોલીસે ગુનો નોંધી મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે. પોલીસ તેમના ઘરમાં તપાસ કરી રહી છે

આ સિવાય તેમના નજીકનાં વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવશે. રાજભારતી બાપુ છેલ્લા દસેક વર્ષથી આશ્રમમાં મહંત તરીકે રહેતા અને હાલમાં જ સામે આવ્યુ હતુ કે તેઓ જાતે મુસલમાન હતા અને તેમનું સાચુ નામ હુજેફા હતુ. તેમણે હિન્દુ ધર્મના સાધુ તરીકે લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યુ. રાજબાપુએ તેમના સ્વાર્થ માટે કામ કર્યા છે. રાજભારતી બાપુના અનેક મહિલાઓ સાથે સંબંધ હતા.

Shah Jina