હરેક વ્યક્તિ ઇચ્છે છે કે પોતાના જીવનમાં ખુશીઓ વધે, ક્યારેય દુ:ખની પળ ના આવે. પણ આવું થતું નથી. જીવનનુ ઘટમાળ જ એવી છે કે અહીઁ સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ આવ્યા જ કરે છે. કશું સ્થાયી નથી, કર્મોનો પ્રભાવ સર્વત્ર છે. પણ હાં, જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘણા લોકો માઠી ગ્રહદશા અને કુંડળીદોષથી પીડાતા હોય અને તેને લીધે મુસીબત વેઠી રહ્યા હોય એ શક્ય છે.

કુંડળીદોષનું નિવારણ કરતો સર્વશ્રેષ્ઠ મંત્ર:
અહીં આપણે ‘કુંડળીદોષ’ને લક્ષ્યમાં રાખીને વાત કરીશું. માણસ ક્યારેક કુંડળીમાં ઉત્પન્ન થયેલા દોષને લીધે પીડિત હોય છે. આમાંથી મુક્તિ પામવા માટે કોઈ શાસ્ત્રીય પંડિત હોવાની જરૂર નથી. સામાન્ય માણસ પણ કુંડળીદોષમાંથી એક માત્ર મંત્ર દ્વારા મુક્તિ મેળવી શકે છે.
આ મંત્ર એટલે:
ગાયત્રીમંત્ર! કહેવા પ્રમાણે, ગાયત્રીમંત્રનો દિવસમાં બે વાર નિયમિત જાપ કરવામાં આવે તો એનાથી કુંડળીના બધા જ દોષનો પ્રભાવ ઓછો થવા માંડે છે. શરત એટલી કે, જાપ સાચાં હ્રદયનો હોવો જોઈએ. સવાર-સાંજ એમ બે સમય જાપ કરી શકાય.
ૐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि | धियो यो न: प्रचोदयात् ||

મંત્રજાપ વખતે શું ધ્યાનમાં રાખવું?:
ગાયત્રીમંત્રને ‘મહામંત્ર’ માનવામાં આવે છે. આ મંત્રમાં અદ્ભુત ઊર્જાનો વાસ છે. મહર્ષિ વિશ્વામિત્રએ રચેલ આ મંત્ર દરેક શુભકાર્યને પાર પાડવા માટે પણ અનિવાર્ય મનાય છે. મંત્રનો જાપ સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યાસ્ત પછીના એકાદ કલાકના સમય સુધી કરવો જોઈએ. રાત્રે આ મંત્રનો જાપ ઉચિત નથી એવું કહેવામાં આવે છે. મંત્ર બોલતી વખતે પદ્માસન વાળીને બેસવું શ્રેષ્ઠ રહેશે. જરૂરી એ પણ છે કે, માણસ સ્વચ્છ હોય! આ મંત્રજાપ શરૂ કર્યા પછી વ્યક્તિએ જીવનમાં સકારાત્મક બનવું જોઈએ. પરિવાર સાથે, કુટુંબીજનો અને પાડોશીઓ સાથે સજ્જનતા અને દ્વેષભાવથી મુક્ત વર્તન કરવું રહ્યું.
મંત્રજાપ ઝડપથી ન કરતા ધીમે-ધીમે કરવો જોઈએ. એ પણ જરૂરી છે કે સાધકને ગાયત્રી મંત્રનો મતલબ પણ ખબર હોય. અર્થ જાણ્યા વગર મંત્ર બોલવાનો કશો અર્થ નથી. અહીં ગાયત્રીમંત્રનો ગુજરાતી અનુવાદ આપ્યો છે:
“એ પ્રાણરૂપ, સુખરૂપ, પાપ અને દુ:ખનો નાશ કરનારા, ઉત્તમ અને તેજધારી દેવસ્વરૂપ પરમ કૃપાળુ પરમાત્માને અમે અંતરમાં રાખીએ છીએ. એ પ્રભુ અમને સદ્બુદ્ધિ આપે!”

આ જાણકારી પસંદ પડી હોય તો લીંક આપના મિત્રોને પણ શેર કરજો અને આ મહામંત્રની વાતથી એમને પણ અવગત કરાવજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.