મહાલક્ષ્મી 59 ટુકડા હત્યાકાંડમાં આવ્યો નવો વળાંક : જાણો બ્લેકમેઇલિંગથી હત્યા સુધીની ચોંકાવનારી કહાની

મહાલક્ષ્મી હત્યાકાંડ: આરોપીનો ભાઈ બોલ્યો – તે બ્લેકમેઇલ કરતી હતી, સોનાની ચેઇન અને 7 લાખ રૂપિયા લીધા હતા.
બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 29 વર્ષીય મહાલક્ષ્મીની હત્યા કરવામાં આવી અને તેના શરીરના 59 ટુકડા કરવામાં આવ્યા. આ કેસમાં મુખ્ય આરોપી મુક્તિરંજન છે, જેણે પછીથી આત્મહત્યા કરી લીધી. મુક્તિરંજનના ભાઈ સત્યરંજને આ ઘટના અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.


સત્યરંજને જણાવ્યું કે એક દિવસ તેના ભાઈએ તેને ફોન કર્યો હતો અને ખૂબ જ તણાવમાં લાગતો હતો. જ્યારે તેણે પૂછ્યું ત્યારે મુક્તિરંજને કહ્યું કે મહાલક્ષ્મી તેને બ્લેકમેઇલ કરી રહી હતી. તેણે તેની પાસેથી સોનાની ચેઇન અને 7 લાખ રૂપિયા પણ લીધા હતા. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ નારાજ થયા અને મુક્તિરંજનને કહ્યું કે જો તમે બધું જ તે છોકરીને આપી દેશો તો અમે ક્યાં જઈશું?

20 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુના વ્યાલિકાવલમાં એક ત્રણ માળની ઇમારતમાં મહાલક્ષ્મીના મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. મહાલક્ષ્મી અહીં ભાડે રહેતી હતી. હત્યારાએ મૃતદેહના 59 ટુકડા કર્યા અને તેમને ફ્રિજમાં મૂકી દીધા હતા. બેંગલુરુ પોલીસને જે ચાર લોકો પર હત્યાની શંકા હતી તેમાં મુક્તિરંજન પણ સામેલ હતો. તે મહાલક્ષ્મી સાથે એક જ શોરૂમમાં કામ કરતો હતો.

મહાલક્ષ્મીનો મૃતદેહ મળ્યા પછી પોલીસે મુક્તિરંજનની શોધખોળ શરૂ કરી, પરંતુ તે મળ્યો નહીં. પોલીસ 21 સપ્ટેમ્બરથી તેને શોધી રહી હતી. અંતે, 25 સપ્ટેમ્બરની બપોરે 30 વર્ષીય મુક્તિરંજને ઓડિશામાં પોતાના ગામમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ એક ઝાડ પર લટકતો મળ્યો હતો.

પોલીસને મૃતદેહ પાસેથી એક ડાયરી અને આત્મહત્યા નોંધ મળી હતી. આમાં મુક્તિરંજને મહાલક્ષ્મીની હત્યાની કબૂલાત કરી હતી. પોલીસને જાણવા મળ્યું છે કે મહાલક્ષ્મી મુક્તિરંજનને અપહરણના કેસમાં ફસાવવાની ધમકી આપી રહી હતી.

આખરે આ મુક્તિ રંજન કોણ છે? તેણે મહાલક્ષ્મીની હત્યા કેમ કરી? અને આ બંને વચ્ચે શું સંબંધ હતો? કડીઓ જોડાય છે અને એક વાર્તા બહાર આવે છે. 30 વર્ષીય મુક્તિ રંજન ઓડિશાના ભદ્રક જિલ્લાના ગામ ધુસુરીનો રહેવાસી હતો. થોડા વર્ષો પહેલા મુક્તિ રંજન કામની શોધમાં બેંગલુરુ આવ્યા હતા અને અહીંના એક મોલમાં કપડાની દુકાનમાં કામ કરવા લાગ્યા હતા

અંદાજે 1 વર્ષ પહેલા 2023માં મુક્તિ રંજન બેંગલુરુના એક મોલમાં મહાલક્ષ્મીને મળ્યા હતા અને ત્યાર બાદ તેઓ વાત કરવા લાગ્યા હતા. પારિવારિક મેટરને લીધે પતિથી અલગ થઈ ગયેલી મહાલક્ષ્મી એ જ મોલમાં કોસ્ચ્યુમ આઉટલેટમાં ટીમ લીડર તરીકે કામ કરતી હતી. મુક્તિ રંજન સાથે તેમની વાતચીત આગળ વધી અને બંને વચ્ચે મિત્રતા વિકસી.

તે જ સમયે, ન્યૂઝ 18ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મુક્તિ રંજન ત્રીજા વ્યક્તિ સાથે મહાલક્ષ્મીની નિકટતા પર ગુસ્સે છે. જેને હત્યાનું કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, આ ત્રીજા વ્યક્તિ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મુક્તિ રંજનનો ફોન સ્વિચ ઓફ હતો અને ઓડિશા-પશ્ચિમ બંગાળ સરહદ નજીક તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

Swt