સાઉથની આ ખૂબસુરત અભિનેત્રીએ મોટી હસ્તી સાથે કરી લીધા લગ્ન, ફેન્સને તસવીરો જોઈને ચક્કર આવી ગયા

સાઉથની આ ખૂબસુરત અભિનેત્રીને આવો હેન્ડસમ પતિ મળ્યો, લગ્ન કરીને કહ્યું કહ્યું- હું ભાગ્યશાળી છું કે તમે મારા જીવનમાં છો

છેલ્લા ઘણા સમયથી ફિલ્મ જગતમાંથી સારી અને ખરાબ ખબરો સામે આવી રહી છે. કેટલાકનું નિધન થઇ રહ્યુ છે, તો કેટલાક તેમના લગ્ન અને તેમની પ્રેગ્નેંસીની જાહેરાત કરી રહ્યા છે. હાલમાં થોડા સમય પહેલા બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુએ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી અને આ અગાઉ કેટલાક મહિના પહેલા આલિયા ભટ્ટે તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે હાલમાં એક ગુડન્યુઝ સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી આવી રહી છે.

સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મીએ ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા છે. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. અભિનેત્રીના આ બીજા લગ્ન છે, તેણે પ્રથમ લગ્નથી એક પુત્ર પણ છે. જો કે, તેમનું લગ્નજીવન આગળ વધ્યુ નહિ અને ત્યારબાદ બંને અલગ થઈ ગયા અને અભિનેત્રીએ હવે બીજા લગ્ન કર્યા છે.

લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેની મુલાકાત ફિલ્મ ‘વિદિયુમ વરઈ કાથિરુ’ દરમિયાન થઈ હતી. ‘ આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધતી રહી. લગ્નની તસવીરો શેર કરતા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હું મારી જાતને નસીબદાર માનું છું કે તમે મારા જીવનમાં આવ્યા છો. તમે મારા જીવનને તમારા પ્રેમથી ભરી દીધું છે. લવ યુ અમ્મુ.

આ તસવીરો સામે આવ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. ઘણા લોકો આ નવા કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ત્યાં કેટલાકને અભિનેત્રીના અચાનક આવી રીતે લગ્ન કરવા પર વિશ્વાસ નથી. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘સીરિયસલી.. શું આ કોઈ સીરિયલનો પ્રોમો છે?’ જ્યારે એકે લખ્યું, ‘આ કેવી રીતે શક્ય બની શકે?’ અન્ય યુઝરે લખ્યું, ‘આશા છે કે આ માત્ર એક ફિલ્મ હશે.’

આ સિવાય આ તસવીરો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યામિરુક્કા બાયમેન’ અને કેલાડી કાનમાની જેવી સિરિયલોમાં જોવા મળી છે. ત્યાં, રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નાલનમ નંદિનિયમ’, ‘સુટ્ટા કઢાઈ’, ‘નત્પુના એન્નાનુ થેરિયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

Shah Jina