જ્યોતિષ શાસ્ત્ર

મહાલક્ષ્મીજીનું આ સ્વરૂપ તમને બનાવી શકે છે કંગાળ, આ સ્વરૂપનાં ફોટાની ન કરવી જોઈએ પૂજા!! જાણો

જો કોઈ વ્યકિતને પોતાના જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરવી છે તો તેને સખ્ત પરિશ્રમ કરવાની જરૂરત હોય છે. પરંતુ ઘણીવાર જોવા મળ્યું છે કે સખ્ત પરિશ્રમ કરવા છતા પણ વ્યકિતને ધનની પ્રાપ્‍તિ નથી થઈ શકતી. આ પરિસ્થિતિમાં આપ ધનનાં દેવી માતા લક્ષ્મીજીની આરાધના કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જો માતા લક્ષ્મીજીની પૂજા આરાધના કરવાથી પ્રસન્ન થઈ જાય તો તેમની કૃપાદ્રષ્ટિ તમારા પર હમેંશા બની રહે છે અને તમને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાથી જોડાયેલી કોઈ તકલીફ નહી રહે.

માતા લક્ષ્મીજીની કૃપાથી આપને આપના ભાગ્યનો સહકાર પ્રાપ્‍ત થવા લાગે છે. આપ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્‍ત કરો છો પરંતુ જો લક્ષ્મી માતા તમારાથી નારાજ થઈ જાય તો તમારા જીવનમાં હમેંશા આર્થિક મુશ્કેલીઓ આવતી રહે છે.  તમને તમારા જીવનમાં સફળતા પ્રાપ્‍ત કરવા માટે ખૂબ વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Image Source

આમ જોઈએ તો માતા લક્ષ્મીજીનાં દરેક રૂપ ખૂબ જ મંગળકારી માનવામાં આવ્યા છે પરંતુ તેમનું એક એવું રૂપ છે જે રૂપની જો આપ પૂજા અર્ચના કરો છો તો તેનાથી આપના જીવનમાં લક્ષ્મીનું આગમન રોકાઈ જાય છે.
જી હા, માતા લક્ષ્મીજીનાં જો આપ ઘુવડ પર બેઠેલા ફોટાની પૂજા અર્ચના કરો છો તો તેનાથી આપને આપના જીવનમાં પૈસા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફોટો કે મુર્તિ તમને ધનવાનથી કંગાળ બનાવી શકે છે. જેમ કે આપ સૌ છો કે માતા લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે અને ઘુવડ રાત્રીનાં સમયમાં જ સક્રિય હોય છે. જ્યારે માતા લક્ષ્મી કોઈ નિર્જન સ્થાન, અંધારામાં, ખંડેરમાં, પાતાળ લોક વગેરે જગ્યા પર જાય છે ત્યારે જ તે ઘુવડ પર સવાર થાય છે.

Image Source

મહાલક્ષ્મીજી કાળુંનાણું કમાતા લોકોનાં ઘરે ઘુવડ પર સવાર થઈને જાય છે. એટલે આપ આ પ્રકારનાં ફોટો કે મૂર્તિની પૂજા આરાધના ન કરો જે ફોટા કે મૂર્તિમાં માતા લક્ષ્મીજી ઘુવડ પર સવાર થઈને બેઠા હોય. આવા રૂપની ઉપાસના કરવાથી લક્ષ્મી આવવાનાં સઘળા માર્ગ બંધ થઈ જાય છે અને આપનો નકામો ખર્ચો પણ વધી જાય છે. લાખ પ્રયાસ કરવા છતા પણ આપની પાસે પૈસા નથી રહેતા.

માતા લક્ષ્મીને આ પ્રકારથી બોલાવી શકો છો તમારા ઘરે :
જો આપ આપના ઘરમાં માતા લક્ષ્મીજીનું બેઠા હોઈ તેવાં ચિત્રની પૂજા અર્ચના કરો છો તો તેનાથી આપના ગૃહસ્થ જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે.
જે લોકો વ્યાપારી છે તે પોતાની ઓફિસ અને દુકાન પર માતા લક્ષ્મીજીનું ઉભા હોય તેવા ચિત્રની પૂજા કરો. તેનાથી આપને આપના કામકાજમાં દિવસ બેવડી રાત ચાર ગણી પ્રગતિ પ્રાપ્‍ત થશે.

Image Source

જો તમે ધનનાં દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગો છો તો આપ માતા લક્ષ્મીજીનાં એવા રૂપની પૂજા કરો જે ચિત્રની અંદર તે ભગવાન વિષ્ણુજીનાં ચરણ દબાવી રહ્યા હોય. તેનાથી માતા લક્ષ્મીજી આપનાથી પ્રસન્ન થશે.
જો આપ માતા લક્ષ્મીજીની સાથે-સાથે ધનનાં દેવતા કુબેરની પૂજા અર્ચના કરો છો તો તેનાથી આપના જીવનમાં ધનથી જોડાયેલી મુશ્કેલીઓ દૂર થશે.

Image Source

જો તમે ભગવાન વિષ્ણુજીની સાથે માતા લક્ષ્મીજીનાં એવા ચિત્રની પૂજા કરો છો જેની અંદર ફે ગરૂડ પર સવાર છે તો તેનાથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.