પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ઘણા સંતો અને ઋષિઓ પહોંચ્યા છે. ત્યારે આ વખતે મહાકુંભ મેળામાં, 9પ વર્ષીય અઘોરી બાબા કાલપુરુષ તેમની આગાહીઓને કારણે ચર્ચામાં છે. ચહેરા પર લાલ રંગ અને તેના પર લાગેલી ભસ્મ અને હાથમાં માનવ ખોપરી ધારણ કરી બાબા વર્ષોથી હિમાલયના શિખરો પર ધ્યાન કરતા હોવાનું કહેવાય છે અને આ જ કારણ છે કે તેમનો અવાજ ઊંચો થઈ ગયો છે. આ 95 વર્ષીય અઘોરી બાબા કાલપુરુષે એવી ભવિષ્યવાણી કરી છે કે લોકો તેને સાંભળીને ચોંકી જાય છે. એવો દાવો કરવામાં આવે છે કે બાબાની અગાઉની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. ચાલો જાણીએ બાબા કાલપુરુષ કોણ છે અને તેમની ભયાનક ભવિષ્યવાણીઓ શું છે ?
(અહીં રજૂ કયારેક બેનર ફોટો તથા તમામ ફોટો પ્રતીકાત્મક છે)
પૃથ્વી પર આવી રહેલા ફેરફારો વિશે
અઘોરી બાબા કાલપુરુષ આવનારા સમયમાં પૃથ્વી પર થનારા પરિવર્તનો વિશે વાત કરે છે. “ચિતા બળી જશે અને હવા કાળી થઈ જશે,” જેવી ચેતવણી આપે છે. નદી એ બધું યાદ રાખે છે જે માણસ ભૂલી ગયો છે. જ્યારે ગંગા રડશે, ત્યારે ખેતરો તેના આંસુઓથી ભરાઈ જશે. તે બધું શરૂ થઈ ગયું છે.
નદી પોતાનો માર્ગ બદલશે
બાબા કહે છે કે, જ્યારે નદી પોતાનો માર્ગ બદલે છે, ત્યારે શહેરોને ખ્યાલ આવશે કે તેઓ ઉધાર લીધેલી જમીન પર વસેલા છે. હવે આગામી ચાર વર્ષોમાં, માનવીઓ જેને કાયમી અને શાશ્વત માને છે તે બહાર આવશે. બાબા કાલપુરુષે કહ્યું કે, તેમણે સાત મહાકુંભમાં ભાગ લીધો છે. પરંતુ આ વખતે સંકેતો અલગ હોવાનો અનુભવ થઈ રહ્યો છે. અગ્નિસંસ્કારના સ્થળે કાગડા વિચિત્ર અવાજો કરી રહ્યા છે અને મૃતકો ખૂબ જ બેચેન છે.
સંગમ વિશે ભવિષ્યવાણી
બાબાની સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી સંગમ સ્થળ વિશે છે. તેમણે કહ્યું, આ સંગમ બદલાશે. સમય જતાં, સંગમને એક નવું સ્થાન મળશે અને ભાવિ પેઢી નવા સંગમમાં કુંભનું આયોજન કરશે.
આવનારી પેઢી પર વિશ્વાસ: બાબા કહે છે કે, આવનારા સમયમાં કોઈ પરિવર્તન ધરતી પર નહીં થાય. વચ્ચેની પેઢી જે ભૂલી ગઈ છે તે યુવા પેઢી યાદ રાખશે. તેઓ દરેક પરિવર્તનથી વાકેફ હશે. તે પેઢી આકાશને કેવી રીતે વાંચવું તે જાણશે. અમાવસ્યાની રાત્રે અઘોરી બાબા કાલપુરુષ દ્વારા કરવામાં આવેલી આગાહીઓ ભવિષ્યનું ખૂબ જ જટિલ ચિત્ર રજૂ કરે છે. અને આબોહવા પરિવર્તન સંબંધિત બાબતો તરફ નિર્દેશ કરે છે. જોકે, અઘોરી બાબા કાલપુરુષની આગાહીઓએ લોકોને ભવિષ્યમાં શું થવાનું છે તેના વિશે વિચારવા મજબૂર કર્યા છે.
- માનવ જાતિએ જે ભૂલી દીધું છે તે બધું નદીઓને યાદ છે. આવનારા સમયમાં ગંગા નદી એટલી દુःખી થશે કે તેના આંસુથી આખા મેદાનો ભરાઈ જશે. આ પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે.
- પર્યાવરણમાં મોટા ફેરફારો આવશે. સ્મશાનની ચિતાઓ વધુ જલશે અને તેના કારણે આકાશની હવા કાળી થઈ જશે. આ એક ચેતવણીનું સૂચન છે કે માનવજાતે કુદરત સાથે કરેલા વ્યવહારનું પરિણામ આવી રહ્યું છે.
- આગામી ચાર વર્ષમાં એવું ઘણું બધું બદલાશે જેને માનવજાત સ્થાયી અને શાશ્વત માને છે. નદીઓ તેમનો પ્રવાહ માર્ગ બદલશે, જેના કારણે શહેરોમાં વસતા લોકોને સમજાશે કે તેઓ કુદરતની ઉધાર લીધેલી જમીન પર વસવાટ કરી રહ્યા છે.
- હિમાલયના પર્વતો પરનો બરફ ઓગળવાનું શરૂ થશે. પહેલા ધીમે ધીમે અને પછી એકસાથે નદીઓ નવો માર્ગ શોધશે. આ પરિવર્તનની સાથે ઘણા પ્રાચીન મંદિરો જે વર્ષોથી દટાયેલા છે તે ફરી ધરતી પર દેખાશે.
- પ્રયાગરાજનો પવિત્ર સંગમ સ્થળ પણ બદલાશે. સમય જતાં સંગમને નવું સ્થાન મળશે અને ભવિષ્યની પેઢીઓ નવા સ્થળે મહાકુંભનું આયોજન કરશે.
- આવનારી નવી પેઢી વધુ જાગૃત અને સમજદાર હશે. તેઓ કુદરતના સંકેતોને વાંચી શકશે, હવાની ભાષા સમજી શકશે અને આકાશના ફેરફારોને પારખી શકશે. તેઓ એ બધું યાદ રાખશે જે વર્તમાન પેઢી ભૂલી ગઈ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)