ધાર્મિક-દુનિયા

શા કારણે મહાકાળી માતાજીને મૃત્યુના પણ દેવી કહેવામાં આવે છે? વાંચો રોચક રહસ્ય

પાવાગઢના ગાઢ ઉપર બિરાજેલા મહાકાળી માતાજીનો ઇતિહાસ વર્ષો જૂનો છે, ગભાવિક ભક્તો દૂર દૂરથી તેમના દર્શને આવે છે અને આખા ભારત દેશમાં મહાકાળી માતાજીના મંદિરો ઠેર ઠેર આવેલા છે. દેવી મહાકાળીનું રૂપ હંમેશા ગુસ્સે ભરેલું જ જોવા મળે છે અને તેમના ચરણોમાં ખુદ શંકર ભગવાન પણ ઢળેલા જોવા મળે છે.

Image Source

મહાકાળી માતાજીને મૃત્યુના દેવી તરીકે પણ ઓળખવામા આવે છે તેની પાછળ પણ એક રહસ્ય રહેલું છે, કાલિકા એક સંસ્કૃત શબ્દ કાળ ઉપરથી ઉતરી આવ્યો છે જેના લીધે મહાકાળી માતાજીને કાલિકા માતાજી તરીકે ઓળખવામાં આવે છે, માતાજીના ઘણા રૂપોમાં મહાકાળીનું રૂપ સૌથી ભયાનક અને ગુસ્સાવાળું છે. તેમના ગુસ્સા સામે ભગવાન શંકરને પણ નમી જવું પડ્યું હતું તે આપણે મહાકાળીની તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ.

હિંદુ શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો મહાકાળીનો જન્મ અભિમાની રાક્ષસોને મારવા માટે જ થયો હતો, તેમને અસુરોનો સંહાર કર્યો હતો. તેમને હંમેશા રૌદ્ર સ્વરૂપમાં જ જોવા મળે છે પરંતુ તે છતાં પણ તેમના ભક્તો માટે મહાકાળી માતાજી એક મા સમાન જ છે, એક માતાની જેમ જ તે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે, તેમના માથે આવેલા કષ્ટોનું નિવારણ કરે છે.

Image Source

જે લોકો મહાકાળી માતાજીની ઉપાસના કરે છે, ભક્તિ કરે છે તેમના ઉપર સદાય માતાજીની કૃપા બનેલી રહે છે, તેમજ તેમના ભક્તોના દુઃખ પણ માતાજી એક સગી માતાની જેમ દૂર જ કરે છે. મહાકાળીના ક્રોધથી કોઈ બચી શકતું નથી, ભગવાન શિવને પણ તેમનો ક્રોધ શાંત કરાવવા માટે તેમના શરણે આવવું પડે છે.

જય મહાકાળી મા !!