ધાર્મિક-દુનિયા

શા કારણે વાપરવામાં આવે છે મહાકાલની ભસ્મ આરતીમાં તરત મૃત્યુ પામેલા મૃત વ્યક્તિની રાખ? વાંચો એક રોચક તથ્ય

ઉજ્જૈનમાં આવેલા શિવજીના બારા જ્યોતિર્લિંગમાં ગણાતા એક એવા મહાકાલ મંદિરનો ઇતિહાસ અને માહાત્મ્ય ઘણું જ મોટું છે, દુનિયાભરમાંથી લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને ધન્ય પણ બને છે. મંદિર વિશે ઘણા જ રોચક તથ્યો જોડાયેલા છે. પરંતુ મહાકાલ મંદિરમાં થતી ભસ્મ આરતીનું માહાત્મ્ય જ કંઈક અલગ છે.

સવારે 4 થી 6 વાગયા દરમિયાન થતી આ ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે શ્રદ્ધાળુઓ મહિનાઓ પહેલા બુકીંગ કરાવે છે અને મહાકાલની કૃપા બાદ તેમને આ ભસ્મ આરતીમાં જોડાવવાનો મોકો મળે છે. બાર જ્યોતિર્લિંગમાં મહાકાલ જ્યોતિર્લિંગ જ એવું છે જ્યાં આ રીતે ભસ્મ આરતી કરવામાં આવે છે. ભસ્મ આરતીની બીજી એક ખાસ વાત એ પણ છે કે આ ભસ્મ આરતી તાજા મૃત પામેલા મડદાની જ રાખથી કરવામાં આવે છે.

ભસ્મ આરતીમાં કેમ મડદાની જ રાખ વાપરવામાં આવે છે તેના વિશે અલગ અલગ કથાઓ જોડાયેલી છે, એક કથા પ્રમાણે દેવી સતીના મૃત શરીરને લઈને જયારે ભગવાન શંકર તાંડવ કરી રહ્યા હતા ત્યારે તેમના ક્રોધને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શનથી દેવી સતીના શબના ટુકડા કરી નાખ્યા હતા, અને ત્યારબાદ તેમનું શરીર ભસ્મ પણ થઇ ગયું હતું અને એ ભસ્મને જ શિવજીએ દેવી સતીની યાદગીરી સમજી પોતાના ઉપર ચઢાવી હતી જેના કારણે મહાકાલ ઉપર મડદાની ભસ્મની આરતી કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by 🖤MAHAKAAL🖤Ka Mastanaa (@swayambhuuuuu) on

બીજી એક કથા પ્રમાણે ઉજ્જૈનમાં એક રાક્ષસે લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા ત્યારે નગર જનોએ તે રાક્ષસથી ત્રાહિમામ પોકારી બચવા માટે ભગવાન શિવજીની આરાધના કરી અને ભગવાન શંકરે તેમની વિનંતી સાંભળી તે રાક્ષસનો સંહાર કર્યો હતો અને એ રાક્ષસની ભસ્મથી જ પોતાના ઉપર શૃંગાર પણ કર્યો હતો ત્યારે બાદ બહગવાન શિવ ત્યાં મહાકાલ તરીકે ઓળખાય અને તે દિવસથી જ તેમને મડદાની ભસ્મથી જ આરતી કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by 🖤MAHAKAAL🖤Ka Mastanaa (@swayambhuuuuu) on

ભસ્મ આરતીનો ઉલ્લેખ ઘણા શહસ્ત્રો અને પુરાણોમાં પણ મળે છે અને આ આરતીને એક ખાસ વિશેષતા એ પણ છે કે આ ભસ્મ આરતીમાં વાપરવામાં આવતી રાખ એક દિવસ જૂની પણ ચાલતી નથી, તાજા મૃત પામેલા કોઈ વ્યક્તિની જ રાખનો ઉયપયોગ આ ભસ્મ આરતીમાં કરવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિની રાખ ભસ્મ આરતીમાં વપરાય છે તે વ્યક્તિને મોક્ષ મળે છે.

 

View this post on Instagram

 

A post shared by 🖤MAHAKAAL🖤Ka Mastanaa (@swayambhuuuuu) on

છેલ્લા થોડા સમયથી ભસ્મ આરતીમાં મડદાની રાખીને બદલે છાણાની રાખ વાપરવામાં આવી રહી છે જેને લઈને ઘણો જ વિવાદ પણ ચાલી રહ્યો છે. ધર્મગુરુઓ અને પુજારીઓનું ક્હેવું છે કે “ભસ્મ આરતીમાં મૃત વ્યક્તિઓની રાખ વાપરવાનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે તો આ પ્રથાને બંધ ના કરવી જોઈએ.”