પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે પણ અડીખમ ઉભું જોવા મળ્યું શિવ મંદિર ! લોકોએ કહ્યું “આધુનિકતા તણાઈ ગઈ, ઇતિહાસ છાતી કાઢીને ઉભો છે !”, જુઓ વીડિયો

પુરમાં ગાડીઓ, મકાનો, મોટા મોટા બ્રિજ પણ તણાઈ ગયા, પરંતુ ધમસમતા પ્રવાહ વચ્ચે શિવજીના અડીખમ ઉભેલા આ મંદિરને જોઈને સૌ કોઈ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

Mahadev temple also standing in Flood: હાલ દેશભરમાં વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણી જગ્યાએ પૂર જેવી પણ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૌથી વધારે ખરાબ હાલત હિમાચલ પરદેશમાં જોવા મળી રહી છે. હિમાચલના ઘણા ભયાનક વીડિયો પણ સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કુદરતે કેવો વિનાશ વેર્યો છે.  હિમાચલ પ્રદેશમાં કુલ્લુ, મનાલી, મંડી જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

પાણીના પ્રવાહ વચ્ચે પણ ઉભું મહાદેવ મંદિર :

ત્યારે કુદરતના કહેરની તસવીરો વચ્ચે એક વીડિયો સૌથી વધુ ચર્ચામાં છે જેમાં ભગવાન ભોલેનાથનું મંદિર મોજાઓ સાથે સંઘર્ષ કરતું જોવા મળ્યું હતું. મંડીના ઐતિહાસિક પંચવક્ત્ર મંદિરે કલાકો સુધી બિયાસ નદીના ઉગ્ર અને આક્રમક મોજાઓનો સામનો કર્યો હતો. સ્થાનિક લોકોનું માનવું છે કે પાંચ સદીથી વધુ જૂના આ શિવ મંદિરે હિમાચલ પ્રદેશનું રક્ષણ કર્યું છે.

500 વર્ષથી પણ જૂનું છે મંદિર :

500 વર્ષથી વધુ જૂનું આ મંદિર કેદારનાથ મંદિર જેવું જ દેખાય છે. 2023માં હિમાચલ પ્રદેશમાં આવેલા આ વિનાશ બાદ મંડીના મહાદેવ મંદિરની આસપાસ જે કંઈ થયું છે તે પણ વર્ષો સુધી યાદ રહેશે. પંચવક્ત્ર મંદિર એટલે કે પાંચ મુખવાળી મહાદેવની મૂર્તિ. પંચમુખી મહાદેવના આ મંદિરની આસપાસ વિનાશના નિશાન દેખાય છે.

મંડી શહેરને આ મંદિર સાથે જોડતો જૂનો લોખંડનો પુલ પૂરનો શિકાર બન્યો છે. જો પુલ ધોવાઈ જાય તો ભક્તો માટે મંદિર સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો શહેરની મધ્યમાં છે, પરંતુ હાલમાં જોખમને જોતા સામાન્ય લોકોને મંદિરમાં જવા દેવામાં આવતા નથી. સ્થાનિક પૂજારી નવીન કૌશિક કહે છે કે જો કે આ મંદિર 16મી સદીમાં રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું.

પાંડવો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું :

એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવોએ જાતે બનાવ્યું હતું, જ્યાં પાંડવો પોતે પૂજા કરતા હતા. મંદિરનું આખું પ્રાંગણ બિયાસ નદી દ્વારા લાવવામાં આવેલી રેતી અને કાટમાળ ભરેલું છે. મંદિરના પૂર્વ અને ઉત્તરીય દરવાજા મોજાઓ માટે સૌથી વધુ સંવેદનશીલ હતા, પરંતુ શક્તિશાળી બિયાસ નદી પણ સદીઓ જૂના મંદિરને નુકસાન પહોંચાડી શકી નથી.

Niraj Patel