90 ના દશકમાં આવેલું મહાભારત આ લોકડાઉનમાં ટીવી ઉપર ફરી પ્રસારિત થયું અને દર્શકોએ તેને ખુબ જ ઉત્સાહ પૂર્વક નિહાળ્યું પણ ખરું. ટીવી ઉપર મહાભારત આવતા જ મહાભારતના પાત્રો પણ આંખો સામે ઉભા થઇ ગયા, તેને પ્રસારિત થાયે 30 વર્ષ જેટલો સમય વીતી ગયો છે ત્યારે તેના કલાકારો આજે ક્યાં છે અને કેવું જીવન વિતાવી રહ્યા છે તે જાણવાની સૌને ઈચ્છા હોય છે. તો ચાલો આજે આપણે મહાભારતના એ કલાકારોના જીવન વિશે જાણીએ.

ભીષ્મ પિતામહ: (મુકેશ ખન્ના)
મુકેશ ખન્ના બોલીવુડના પણ એક દિગ્ગજ અભિનેતા રહી ચુક્યા છે. મહાભારતમાં હાજારો બાણ શૈયા ઉપર સૂનારા ભીષ્મ પિતામહનું પાત્ર તેમને ભજવ્યું હતું, હાલમાં તે મુંબઈમાં એક એક્ટિંગ શુક્લ ચલાવી રહ્યા છે અને સાથે MK ફિલ્મ્સના નામે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

દુર્યોધન: (પુનિત ઈસ્સર)
મહાભારતના ખલનાયક દુર્યોધનનું પાત્ર નિભાવ્યું હતું અભિનેતા પુનિત ઈસ્સરે. પુનિત બિગબોસમાં પણ નજર આવી ચુક્યા છે તેમજ ઘણી ફિલ્મોમાં પણ તેમને કામ કર્યું છે. પુનિત એક લેખક અને ડાયરેક્ટર તરીકે આજે પણ ઈન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે.

દ્રૌપદી: (રૂપા ગાંગુલી)
રૂપાએ મહાભારતમાં પાંચાલીનો અભિનય કર્યો હતો, તે આજે રાજ્ય સભા સંસદ છે. રૂપ એક સારી ગાયિકા પણ છે. તેને એક બાંગ્લા ફિલ્મમાં ગીત ગાવા માટે નેશનલ પ્લેબેક સિંગર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે.

શ્રીકૃષ્ણ: (નીતીશ ભારદ્વાજ)
મહાભારતમાં કૃષ્ણનું પાત્ર કોણ ભૂલી શકે, આ પત્રને નીતીશ ભારદ્વાજ દ્વારા નિભાવવામાં આવ્યું હતું. જે એક પશુચિકીત્સક છે સાથે સંસદ પણ રહી ચુક્યા છે. છેલ્લે તે ફિલ્મ કેદારનાથમાં જોવા મળ્યા હતા.

યુધિષ્ઠિર: (ગજેન્દ્ર ચૌહાણ)
યુધિષ્ઠિરનું પાત્ર કરવા વાળા ગજેન્દ્ર સિંહે તેમના 34 વર્ષના અભિનયમાં ઘણી હિન્દી ધારાવાહિક તેમજ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમને FTIIના હેડ પણ બનવવામાં આવ્યા હતા પર્નાતું કેટલાક વિવાદના કારણે તેમને હટાવવામાં આવ્યા હતા.

કર્ણ: (પંકજ ધીર)
કર્ણનો અભિનય કરનાર પંકજ ધીર આજે પણ ઈંડસ્ટ્રીઝમાં કાર્યરત છે. તેમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે સાથે સાથે આજે પણ ઘણી હિન્દી ધારાવાહિકમાં જોવા મળે છે.

ભીમ: (પ્રવીણ કુમાર)
પ્રવીણ કુમાર મહાભારતમાં આવ્યા પહેલા સેનામાં હતા. તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, મહાભારતમાં કામ કરીને તેમને ભીમના પાત્રને અમર બનાવી દીધું. તેમને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં તેમની તબિયત સારી ના હોવાના કારણે તે ઈન્ડસ્ટ્રીઝથી દૂર છે.

શકુની: (ગુંફિ પેંટલ)
શકુનિનું પાત્ર મહાભારતમાં સૌને ગમ્યું હતું, તેને ગુંફિ પેંટલ દ્વારા નિભાવવામાં આવ્યું હતું. ગુંફિ આજે પણ હિંદી ધારાવાહિક સાથે સંકળાયેલા છે.

અર્જુન: (ફિરોજ ખાન)
અર્જુનનો અભિનય કરનાર ફિરોજ ખાને પોતાના અસલ જીવનમાં પણ આ ભીનાય બાદ પોતાનું નામ અર્જુન રાખી દીધું, તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. છેલ્લે તે એક વેબસીરીઝમાં જોવા મળ્યા હતા.

દ્રોણાચાર્ય: (સુરેન્દ્ર પાલ)
અભિનેતા સુરેન્દ્ર પાલ દ્વારા પાંડવો અને દ્રોણાચાર્યના ગુરુનું પાત્ર નિભાવવામાં આવ્યું હતું. તે ઘણી ટીવી સિરિયલમાં પણ જોવા મળે છે.

ધુતરાષ્ટ્ર: (ગિરજા શંકર)
કૌરવોના પિતા ધુતરાષ્ટ્રં આજે પણ ઘણી હિન્દી, તામિલ અને પંજાબી ફિલ્મોમાં કાર્યરત છે. તે અલીફ લેલા જેવી હિંદી ધારાવાહિકમાં પણ જોવા મળ્યા છે.

ગાંધારી: (રેણુકા ઇરાની)
ગાંધારીનું પાત્ર નિભાવનાર રેણુકા ઇસરાની હાલમાં પણ ઘણી હિન્દી ધારાવાહિકમાં જોવા મળે છે. છેલ્લે તે બડે અચ્છે લગતે હે ધારાવાહિકમાં જોવા મળી હતી.

કુંતી: (નાઝનીન)
મહાભારતમાં નાઝનીને કુંતીનો અભિનય કર્યો હતો. તે આ પહેલા પણ ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ મહાભારત બાદ તે ઇન્ડસ્ટ્રીઝમાંથી ક્યાં ચાલી ગઈ કોઈને ખબર નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.