કૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે

મહાભારતના શૂટિંગ દરમિયાન કર્ણનું પાત્ર ભજવનાર કલાકારની આંખ બચતા બચી ગઈ!

દૂરદર્શન પર પુન:પ્રસારિત થઈ રહેલી ‘રામાયણ’ અને ‘મહાભારત’ સીરિયલોને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્રણ દાયકા અગાઉ ટેલિવિઝન પર આવેલી આ સીરિયલો ફરીથી પ્રસારિત થઈ એ સાથે જ દૂરદર્શનની ટીઆરપીમાં જબરો ઉછાળો આવ્યો છે.

Image Source

લોકપ્રિય ‘મહાભારત’ સીરિયલનું નિર્માણ બી.આર.ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. ૧૯૮૮ થી ૧૯૯૦ના વર્ષોમાં આ સિરીઝ દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. ૯૪ એપિસોડ દર્શાવવામાં આવેલા અને પ્રત્યેક એપિસોડ ૪૫ મિનિટનો હતો. સીરિયલની ગુણવત્તાની આજે પણ પ્રશંસા કરવામાં આવે છે.

મહાભારતનું શૂટિંગ થતું હતુ તે વખતે એક અકસ્માત સર્જાયો હતો. મહાભારતમાં કર્ણનું પાત્ર દિગ્ગજ અભિનેતા પંકજ ધીરે ભજવ્યું હતું. સીરિયલના શૂટિંગ દરમિયાન પંકજ ધીર સાથે એક હાદસો થયો હતો. મહાભારતમાં યુદ્ધનું શૂટિંગ ચાલતું હતું તે વખતે આ બનાવ બનેલો.

કર્ણનું પાત્ર ભજવી રહેલા પંકજ ધીરને એક બાણ લાગ્યું હતું. આંખની પાસે જ બાણનો ઘા થતા સ્ટેજ પર હલચલ મચી ગયેલી. થોડી જ વારમાં પંકજને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા. બાદમાં તેમની સર્જરી પણ કરાવવી પડેલી. સીરિયલના શૂટિંગ દરમિયાન હાજર લોકો આ વાત કરે છે કે તેમની આંખ માંડમાંડ બચી ગયેલી!

Image Source

ઉલ્લેખનીય છે, કે યુદ્ધનું સીન ભજવનારા એક્ટરોને તલવારબાજી અને ધનુષ્યની ટ્રેનિંગ પણ આપવામાં આવતી. કાસ્ટ સિલેક્શનથી લઈને વીએફએક્સ સુધી બધું પરફેક્ટ રહે તેનું ધ્યાન રાખવામાં આવતું. સીરિયલનું દિગ્દર્શન બી.આર.ચોપરાના પુત્ર રવિ ચોપરાએ કરેલું.

મહાભારતમાં પંકજ ધીર ઉપરાંત, મુકેશ ખન્ના, નીતિશ ભારદ્વાજ, પુનિત ઇસ્સર અને રૂપા ગાંગુલી સહિત અનેક કલાકારોએ કાબિલે-તારીફ અભિનય કર્યો હતો. આ સીરિયલને ભારતમાં તો અદ્ભુત પ્રશંસા મળી જ હતી, તે ઉપરાંત બ્રિટનમાં પણ પચાસ લાખથી વધારે લોકોએ જોઈ હતી. બીબીસી દ્વારા તેનું આ દેશમાં પ્રસારણ કરવામાં આવેલું.

આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક શેર કરજો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.