આજથી 31 વર્ષ પહેલા જ્યારે મહાભારત શરૂ થઇ હતી ત્યારે બી.આર ચોપરાને એ અંદાજો પણ નહિ હોય કે આવનારા સમયમાં આ સિરિયલ ઇતિહાસ રચવા જઈ રહી રહી છે. સીરિયલના દરેક કિરદારો દરેક ઘરોમાં જાણીતા બની ગયા.

દરેક રવિવારે પ્રસારિત થનારી આ ધારાવાહિકમાં દેખાડવામાં આવતી ઘટનાઓનો ઉલ્લેખ લોકોની ચર્ચાનો વિષય બનવા લાગ્યો. આ સિરિયલનું નિર્દેશન રવિ ચોપરાએ કર્યું હતું અને સંવાદ રાહી માસૂમ રજા દ્વારા લખવામાં આવ્યા હતા. આજે અમે તમને મહાભારતના ખાસ કિરદારો અર્જુન, કૃષ્ણ, દ્રૌપદી વગેરે હાલના સમયમાં શું કરી રહ્યા છે તેના વિશે જણાવીશું.
1. દ્રૌપદી-રૂપા ગાંગુલી:

મહાભારતમાં દ્રૌપદીનો કિરદાર રૂપા ગાંગુલીએ નિભાવ્યો હતો. રૂપા ગાંગુલીએ વર્ષ 1986 માં દૂરદર્શન પર ટીવી સિરિયલ ‘ગણદેવતા’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. રૂપા તેના પછી બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી રહી હતી. હાલ રૂપા 53 વર્ષની થઇ ચુકી છે. રૂપા વર્ષ 2015 માં બીજેપીમાં શામિલ થઇ હતી. તાજેતરમાં રૂપા સંસદની ઉચ્ચ સદનમાં સાંસદ છે.
2. કૃષ્ણ-નિતીશ ભારદ્વાજ:

મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનો કિરદાર નિતીશ ભારદ્વાજએ નિભાવ્યો હતો. તે સમયમાં કેલેન્ડરની તસ્વીરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની તસ્વીરને બદલે નિતીશની જ તસ્વીરો દેખાતી હતી. નિતીશ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. નિતીશ રિતિક રોશનની ફિલ્મ ‘મોહેંજો દરો’ માં જોવા મળ્યા હતા.
3.ગાંધારી-રેનુકા ઇસનારી:

ગાંધારીના કિરદાર દ્વારા રેનુંકાને ખુબ લોકપ્રિયતા મળી હતી. ઘણી ફિલ્મોમાં અને સિરિયલોમાં કામ કરેલી રેનુકાએ તેના પછી બડે અચ્છે લગતે હૈં સિરિયલ માં સાક્ષી તંવર ની માં નો કિરદાર નિભાવ્યો હતો. આજે પણ રેનુકા અભિનયની દુનિયામાં વ્યસ્ત છે.
4. અર્જુન-ફિરોઝ ખાન:

અભિનેતા ફિરોઝ ખાને મહાભારતમાં અર્જુનનો કિરદાર નિભાવ્યો હતો. ફિરોઝ ખાને 1990 ના દશકમાં તમામ યાદગાર કિરદારો નિભાવ્યા હતા. તેણે યમલા પગલાં દીવાના-2 માં પણ કામ કર્યું હતું.
5. યુધિષ્ઠિર-ગજેન્દ્ર ચૌહાન:

મહાભારતમાં ગજેન્દ્ર ચૌહાને ધર્મરાજ યુધિષ્ઠિરનો કિરદાર નિભાવ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં ગજેન્દ્ર ચૌહાને કહ્યું હતું કે,”આ કિરદારે મારા કેરિયર પર એટલી ઊંડી અસર કરી કે મારી અસલી છબી ગજેન્દ્ર ચૌહાન જ બદલાઈ ગઈ. જ્યાં પણ હું જતો લોકો મને યુધિષ્ઠિર નામથી જ બોલાવવા લાગ્યા હતા.” એકવાર એવું પણ કહ્યું હતું કે,”એક મહિલા મારી પાસે આવી અને કહ્યું કે હું તને થપ્પડ મારવા માગું છું. તારી હિંમત કેવી રીતે થઇ દ્રૌપદીને દાવ પર લગાવવાની.” જણાવી દઈએ કે ગજેન્દ્ર ચૌહાન FTII ના ચેરમેન પણ રહી ચુક્યા છે.
6.દુર્યોધન-પુનિત ઈસ્સર:

મહાભારતમાં દુર્યોધનનો કિરદાર પુનિત ઈસ્સરએ નિભાવ્યો હતો. પુનિતે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ મહાભારત જેવી લોકપ્રિયતા તેને ક્યારેય નથી મળી. તે સમય સુધીમાં પુનિત પુરા દેશમાં એક વિલેનના સ્વરૂપે જાણવામાં આવવા લાગ્યા હતા કેમ કે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કુલી’માં પુનિતના એક ઘુસાને લીધે અમિતાભને ભારે ઇજા થઇ હતી અને ઘણા દિવસો હોસ્પિટલમાં જ વિતાવવા પડ્યા હતા.
7. ભીષ્મ પિતામહ-મુકેશ ખન્ના:

મુકેશ ખન્નાને લોકો શક્તિમાનના રૂપમાં પણ ઓળખે છે પણ તેના સિવાય મુકેશ ખન્નાએ મહાભારતમાં ભીષ્મ પિતામહના સ્વરૂપે પણ લોકપ્રિયતા મેળવી છે. મુકેશ ખન્ના હાલના સમયમાં જયપુર અને આગરામાં એક્ટિંગ સ્કૂલ ચલાવે છે.
8. કર્ણ-પંકજ ધીર:

પંકજ ધીર ઘણી સિરિયલો અને ફિલ્મોમાં અલગ અલગ કિરદાર નિભાવતા રહયા, પણ મહાભારતમાં કર્ણ જેવી સફળતા તેને નથી મળી. પંકજ ધીરનો દીકરો નીકીતન ધીર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી સિરિયલોમાં કામ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.