ધાર્મિક-દુનિયા

મહાભારતની 6 કન્યાઓ, જેમને પત્ની બનાવવા માટે થયું યુદ્ધ અને રક્તપાત વાંચો પૂર્ણ અહેવાલ

મહાભારતએ એક એવું મહાકાવ્ય છે જેમાં દરેક પેજ પર રોમાંચ છે. જે લોકોને પોતાની તરફ ખેંચે છે. પરંતુ કુરૂક્ષેત્ર સુધી પહોંચતા માર્ગમાં એક પ્રેમ, ઘૃણા, લોભ અને સૌંદર્યના એવા ચક્રવ્યૂહ છે. જેમાં મોટા-મોટા મહાયોદ્ધા પણ ફસાઈ ગયા હતા. મહાભારતમાં ઘણા લોકોના દિલ તૂટ્યા હતા, તો ઘણા લોકોના મોત પણ થયા હતા. આ મહાભારતમાં ઘણી કન્યાઓ હતી જેના પ્રેમ અને સૌંદર્યને મેળવવા માટે યુદ્ધ થયું અને અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

Image Source

રુક્મણી અને કૃષ્ણના વિવાહ

રુક્મણી શ્રી કૃષ્ણને મનોમન પ્રેમ કરતા હતા, અને તેમની સાથે જ લગ્ન કરવા માંગતા હતા. પરંતુ રુક્મણીના ભાઈ રૂક્મી કૃષ્ણને નફરત કરતા હતા. રૂક્મી રુક્મણીના લગ્ન તેના મિત્ર શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા. પરંતુ રુક્મણીએ કૃષ્ણને પત્રમાં લખ્યું કે પ્રેમ અને પતિના રૂપમાં તેને જ ઈચ્છે છે. કૃષ્ણે રુક્મણીના પ્રેમની લાજ રાખી અને રુક્મણીને લેવા માટે પહોંચ્યા હતા. શ્રી કૃષ્ણએ રુક્મણીનું હરણ કર્યું હતું. શ્રી કૃષ્ણ રુક્મણીને લઇ ગયા તેવી ખબર પડતા રુક્મણીના ભાઈના મિત્ર શિશુપાલે યુદ્ધનો આરંભ કર્યો હતો. પરંતુ શ્રી કૃષ્ણ રુક્મણીને લઈને જવામાં સફળ થયા હતા.

Image Source

ભાનુમતી અને દુર્યોધન

ભાનુમતી અને દુર્યોધનના વિવાહની કથા પણ અનોખી છે. ભાનુમતી કમ્બોઝના રાજા ચંદ્રવર્માની પુત્રી હતી. ભાનુમતી અત્યંત રૂપવાન અને ગુણવાન હતી. કથા પરથી જાણવા મળ્યું કે ભાનુમતીના સ્વયંવરનું આયોજન થયું હતું. ભાનુમતીના સ્વયંવરમાં શિશુપાલ, જરાસંઘ, રૂક્મી સહીત અન્ય રાજાઓ સાથે દુર્યોધન પહોંચ્યા હતા. પરંતુ ભાનુમતી વરમાળા લઈને દુર્યોધન તરફ આગળ વધી ત્યારે દુર્યોધને જબરદસ્તી ભાનુમતીના હાથમાંથી જયમાલા લઇ પોતાના ગળામાં ધારણ કરી લીધી હતી. દુર્યોધનના આ વ્યવહારથી અન્ય રાજાઓએ યુદ્ધનો આરંભ કરી દીધો હતો. પરંતુ દુર્યોધનને કર્ણની સહાયતા મળતા ભાનુમતી સાથે બળપૂર્વક લગ્ન કરવામાં સફળ રહ્યા હતા.

Image Source

દુર્યોધન પુત્રી લક્ષ્મણા અને શ્રી કૃષ્ણના પુત્ર સામ્બ

ભગવાન શ્રી કૃષ્ણને 8 પટ્ટરાણીઓ હતી. જેમાં એક પટ્ટરાણી જામ્બુવતી હતી. જામ્બુવતી અને શ્રી કૃષ્ણને એક પુત્ર સામ્બ હતો. સામ્બને કારણે જ શ્રી કૃષ્ણ કૂળનો નાશ થયો હતો. મહાભારત અનુસાર, ભાનુમતી અને દુર્યોધનની પુત્રી લક્ષ્મણા અને શ્રી કૃષ્ણ અને જામ્બુવતીના પુત્ર સામ્બ એકબીજાને પ્રેમ કરતા હતા.

દુર્યોધન તેની પુત્રી લક્ષ્મણાના લગ્ન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બ સાથે કરાવવા નહોતા માંગતા. તેથી સામ્બએ લક્ષ્મણા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. સામ્બ તેના રથમાં લક્ષ્મણાને બેસાડીને દ્વારકા લઇ જઈ રહ્યા હતા. આ વાતની ખબર કૌરવોને પડી ત્યારે કૌરવોએ યુદ્ધનો આરંભ કર્યો હતો. કૌરવે સામ્બને બાંધી બનાવી દીધો હતો. આ વાત શ્રી કૃષ્ણના ભાઈ બલરામને ખબર પડી ત્યારે તેને કૌરવોને વિનંતી કરી હતી કે સામ્બને મુક્ત કરી દો. પરંતુ કૌરવોએ આ વાત માની ન હતી. ત્યારે બલરામને ગુસ્સો આવતા તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે પોતાના બળથી હસ્તિનાપુરની ધરતીને ગંગામાં ડુબાડવા માટે ખેંચી રહ્યા હતા. ત્યારે હસ્તિનાપુરમાં હાહાકર મચી ગયો હતો. ત્યારે બધાએ બલરામની માફી માંગી સામ્બને લક્ષ્મણા સાથે વિદાઈ કરી હતી. ત્યારબાદ દ્વારકામાં સામ્બ અને લક્ષ્મણાના વૈદિક રીતે લગ્ન સંપન્ન થયા હતા.

Image Source

ઉષા અને અનિરૂઘ્ધના લગ્ન

રાજા બલિના પુત્ર બાણાસુરની પુત્રી ઉષાને શ્રી કૃષ્ણના પૌત્ર સાથે પ્રેમ  થઇ ગયો હતો. આ વાતની ખબર ઉષાની બહેનપણીને ખબર પડી હતી. ત્યારે ચિત્રલેખાએ યોગમાયાનો સહારો લીધો હતો. અનિરુદ્ધને દ્વારકાથી લઇ ઉષા પાસે પહોંચાડ્યો હતો. ઉષા અને અનિરુદ્ધ બન્ને બહુ જ ખુબસુરત અને સર્વગુણ સમ્પન્ન હતા. પરંતુ જેવી બાણાસુરને ખબર પડી તુરંત જ અનિરુદ્ધને યુદ્ધમાં પરાસ્ત કરવા માટે કારાવાસમાં નાખી દીધો હતો. જયારે શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડી ત્યારે કૃષ્ણ તુરંત જ બાણાસુરના નગરમાં પહોંચ્યો હતો. જ્યાં ભયંકર યુદ્ધ થયું હતું. ભયંકર યુદ્ધ બાદ ભોલેનાથના કહેવા પર બાણાસુર તેની પુત્રીના લગ્ન શ્રી કૃષ્ણના પૌત્ર સાથે કરવા માટે તૈયાર થઇ ગયા હતા.

Image Source

દ્રૌપદી અને અર્જુનના લગ્ન

દ્રૌપદી અને અર્જુનના લગ્ન પણ એક યુદ્ધ કરીને જ સમાપ્ત થયા હતા. દ્રૌપદીના સ્વયંવરના સમયે પાંડવ બ્રાહ્મણના વેશમાં વનમાં ભટકી રહ્યા હતા. શ્રી કૃષ્ણના કહેવા પર અર્જુને આ સ્વયંવરમાં ભાગ લીધો હતો. અને અર્જુને સ્વયંવરની શરતોને પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. કૌરવોએ બ્રાહ્મણ વેશમાં અર્જુનને જોતા તેનો વિરોધ કરવાનો શરૂ કર્યો હતો.  ત્યારે લાગી રહ્યું હતું કે યુદ્ધ થશે. યુદ્ધના એંધાણ થતા શ્રી કૃષ્ણ અર્જુનને બચાવવા વચ્ચે પડ્યા હતા.

Image Source

અંબા, અંબિકા અને અંબાલિકાના લગ્ન

ભીષ્મએ સાંભળ્યું હતું કે મહાભારતમાં કાશીરાજને ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકા છે. તેઓ ત્રણેય એક સાથે જ સ્વયંવરમાં ભાગ લેશે. ત્યારે માતા સત્યવતીની આજ્ઞાથી ભીષ્મ હસ્તિનાપુર પહોંચ્યા હતા. ભીષ્મ સ્વયંવરમાં આવી પહોંચતા અન્ય રાજા વિચારતા હતા કે, ભીષ્મ તો બ્રહ્મચારી છે. અને હવે વૃદ્ધ પણ છે તો તે કેમ સ્વયંવરમાં આવ્યા, આવું કહીને અન્ય રાજા હસવા લાગ્યા હતા. ત્યારે ભીષ્મને ગુસ્સો આવતા બધી કન્યાઓને રથમાં બેસાડી દીધી  બધા રાજાઓને કહ્યું હતું કે, હું આ બધી કન્યાઓને બળપૂર્વક લઇ જવા માંગુ છું. આ પ્રકારના લગ્નને વિદ્વાનોએ આઠમા પ્રકારના લગ્ન માન્યા છે. આમાંથી કોઈ પણ રાજા મને રોકશે તો હું મારી હાર સ્વીકારી લઈશ. ત્યારે શાલ્વ અને નરેશે ભીષ્મને યુદ્ધ માટે ઉશ્કેર્યા હતા. બન્ને વચ્ચે મોટા પાયે યુદ્ધ થયું હતું. નરેશે ભીષ્મ ઉપર 10 હજાર બાણ છોડ્યા હતા. પરંતુ ભીષ્મએ તેને સફળતાપૂર્વક તોડી નાખ્યા હતા. ભીષ્મએ અંબિકા અને અંબાલિકાના લગ્ન તેના નાનાભાઈ વિચિત્રવીર્ય સાથે કરાવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.