મનોરંજન

મિથુનની વેવાણ છે મહાભારતની દેવકી, બે વર્ષ પહેલા ચક્રવર્તી પરિવારમાં કર્યા દીકરી મદાલસાના લગ્ન- જુઓ હાલની તસ્વીરો

90ના દશકની મહાભારત હાલમાં ટીવી પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે. એમાં જુદા-જુદા પાત્રો ભજવનાર કલાકારોની પણ ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. તો આવું જ એક ચર્ચિત પાત્ર હતું મહાભારતમાં દેવકીનું, જેને અભિનેત્રી શીલા શર્માએ ભજવ્યું હતું, જે વાસ્તવિક જીવનમાં મિથુન ચક્રવર્તીની વેવાણ છે.

Image Source

બહુ ઓછા લોકો જાણે છે કે શીલા શર્માની પુત્રી મદાલસાના લગ્ન મિથુનના પુત્ર મિમોહ એટલે કે મહાક્ષય ચક્રવર્તી સાથે થયા છે. મદાલસા પણ તેની માતાની જેમ એક ફિલ્મ અભિનેત્રી છે. જુલાઈ 2018માં બંનેના લગ્ન થયા હતા.

Image Source

શીલા શર્માએ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ બી.આર. ચોપરાની ‘મહાભારત’એ તેની કારકિર્દીને નવી ઉંચાઈ આપી. આ સિરિયલમાં તે દેવકીની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થઈ હતી. એક ઈન્ટરવ્યુંમાં શીલા શર્માએ જણાવ્યું હતું કે એકવાર દિલ્હીમાં એક વ્યક્તિ તેના પગે લાગ્યો હતો કારણ કે તેમને કૃષ્ણની માતા દેવકીની ભૂમિકા ભજવી હતી.

Image Source

મહાભારતનાં શૂટિંગ દરમિયાન, તમામ કલાકારો વાર્તાના સંજોગોને ખરેખર અનુભવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતા હતા. એક ચેટ સેશનમાં શીલાએ જણાવ્યું હતું કે તે વખતે દેવકીની એ સમયની પરિસ્થિતિને અનુભવતી હતી અને તે શૂટિંગ દરમિયાન વાસ્તવિકતામાં રડવા લગતી હતી.

શીલાનું મહાભારત માટે કાસ્ટિંગ પણ ખૂબ જ અનોખું હતું. ખરેખર રવિ ચોપડા અને ‘મહાભારત’ ના કાસ્ટિંગ ડિરેક્ટર ગૂફી પેન્ટલે શીલા શર્માને એક શોમાં એક્ટિંગ કરતા જોઈ હતી અને તે તેમના ફેન બની ગયા. તેમણે તરત જ શીલાનો સંપર્ક કર્યો અને દેવકીની ભૂમિકા વિશે વાત કરી.

Image Source

શીલા શર્માએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કારકિર્દીની શરૂઆત 1982માં આવેલી ફિલ્મ ‘સુન સઝના’ થી થઈ હતી. આ પછી તેણે નાદિયા કે પાર, અબોધ, સદા સુહાગન, નોકર બિવી કા, દરાર, ઘાતક, યસ બોસ અને મન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

ટીવીની વાત કરીએ તો શીલા શર્માએ મહાભારત સિવાય ઝી હોરર શો, મધુબાલા, માતા કી ચોકી, સીઆઈડી, દિલ્હી વાલી ઠાકુર ગર્લ્સ અને સંજીવની જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

પુત્રી મદાલસાના લગ્ન અંગે માતા શીલા શર્માએ કહ્યું હતું – ‘મારી ખુશીનું ઠેકાણું નથી, હું ખૂબ ખુશ છું’. શીલાએ કહ્યું હતું કે મિથુનનો પરિવાર સંસ્કારી છે અને અમારા મનમાં દીકરીના લગ્ન અંગે કોઈ શંકા નથી.

Image Source

જણાવી દઈએ કે એક ભોજપુરી અભિનેત્રીએ મિમોહ પર બળાત્કાર અને જબરદસ્તી ગર્ભપાતનો આરોપ લગાવ્યો હતો. આ આક્ષેપો વચ્ચે, મદાલસાની માતા શીલાએ કહ્યું હતું કે મિથુન અને તેનો સંપૂર્ણ પરિવાર ખૂબ શિસ્તબદ્ધ છે. આરોપીઓ પાસે કોઈ પુરાવા નથી અને અમે તેમના લગ્ન કરાવીને કોઈ કાયદો તોડ્યો નથી. મદાલસા પણ તેની માતા જેવી અભિનેત્રી છે. મદાલસાએ 2009 માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે કન્નડ ફિલ્મ ‘શૌર્ય’માં પણ કામ કર્યું છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે અવારનવાર તેના બોલ્ડ ફોટાઓ શેર કરતી રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.