ધાર્મિક-દુનિયા

દ્રૌપદીના ચીરહરણના સીન બાદ 10થી 15 દિવસ સુધી ઉદાસ રહ્યા મહાભારતના અર્જુન

લોકડાઉનના સમયે ઘરે બેઠા મોટાભાગના લોકો રામાયણ અને મહાભારતની ટીઆરપી સૌથી વધુ છે. બી.આર.ચોપડાની મહાભારત જ્યારથી રી-રીલિઝ થઇ છે, તો બીજી તરફ સ્ટાર પ્લસ પર પણ નવી મહાભારત રી-ટેલિકાસ્ટ થઇ છે. ત્યારથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

મહાભારતમાં અર્જુનની ભૂમિકા એક્ટર શહીર શેખે ભજવી છે. શહીર શેખે પોતાના તાજેતરના ઇન્ટરવ્યુમાં મહાભારત શો સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. તેણે મહાભારતમાં દ્રૌપદીના ચીર-હરણ સીનના શુટિંગ સાથે જોડાયેલા યાદગાર પ્રસંગ વિશે એક વાક્યમાં કહ્યું કે, આ એપિસોડ શુટિંગ થયું ત્યાર બાદ 10થી 15 દિવસ સુધી હું ખુબ જ ઉદાસ રહ્યો હતો.

સ્ટાર પ્લસની મહાભારતમાં શહીર શેખની સાથે એક્ટ્રેસ પૂજા શર્મા, સૌરભ રાજ જૈન અને આરવ ચૌધરી જેવા જાણીતા એક્ટર્સ પણ સામેલ હતા. તાજેતરમાં જ અર્જુન એટલે કે શહીર શેખની ભૂમિકા ભજવનાર એક્ટરે પોતાના ઇન્ટર્વ્યુમાં મહાભારતના રિ-ટેલિકાસ્ટ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. ઉપરાંત અર્જુનના પાત્રને પોતાના કરિયરનો મહત્વપૂર્ણ રોલ ગણાવ્યો.

યાદગાર સીન વિશે પુછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ મહાભારતના બે સીનને યાદગાર ગણાવ્યાં. આ બે સીનની તેમના મન પર ઊંડી છાપ છોડી હતી. તેમાં પહેલો સીન ‘દ્રૌપદી ચીરહરણ’નો હતો. આ સીન બાદ શહીર ખુબ જ બેચેન થઇ ગયો અને 10થી 15 દિવસ સુધી ઉદાસ રહ્યો હતો.

શહીરે ખુદ કહ્યું કે, એ 10-15 દિવસ મેં કોઇની સાથે વાત-ચીત પણ નહતી કરી. જે દ્રૌપદી સાથે થયું તે ક્યાંકને ક્યાંક આજે પણ આપણા સમાજમાં થાય છે. અને બીજો સીન ‘અભિમન્યુનો વધ’ મારા માટે ખુબ જ ઇમોશનલી અને ચેલેન્જિંગ હતો.

શહીરે મહાભારત શોના શરૂઆતના દિવસોને યાદ કરતા કહ્યું કે, ‘હું આ અર્જુનના રોલ માટે સિલેક્ટ થયો ત્યારે મને વિશ્વાસ જ ન હતો. કારણ કે મને લાગતું હતું કે હું આ રોલના કાબિલ નથી. તે સાથે અર્જુનના પાત્ર માટે મારી પસંદગી થઇ તે વાતથી ખુશ પણ ખુબ જ હતો.’

ઉલ્લેખનીય છે કે, શહીર શેખને ટીવી શો નવ્યાથી ઓળખ મળી હતી. અગાઉ પણ તેણે ઘણી સિરિયલમાં કામ કર્યું છે. મહાભારત બાદ શહીરે ઘણી મોટી ધારાવાહિકમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.