મનોરંજન

મહાભારતમાં ફિરોજ ખાને કર્યો હતો અર્જુનનો અભિનય, અસલ જીવનમાં પણ બદલી દીધું હતું નામ

દેશભરમાં લોકડાઉન જાહેર થયું એની સાથે જ ટીવી જગતની પ્રખ્યાત ધારાવાહિક રામયાણનું પ્રસારણ પણ શરૂ કરવામાં આવ્યું, જેને દર્શકોએ ખુબ જ વખાણ્યું અને અટાયર સુધીના ટીઆરપીના બધા જ રેકોર્ડ પણ રામાયણે પોતાના નામે કરી દીધા. હાલ રામાયણ પૂર્ણ થયું પરંતુ દર્શકોના મનોરંજન માટે હવે મહાભારતનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે જેને પણ દર્શકો ખુબ જ ભાવથી જોઈ રહ્યા છે. મહાભારતના કલાકારો પણ હવે આ સમયે ચર્ચામાં આવવા લાગ્યા છે.

Image Source

બીઆર ચોપડા દ્વારા નિર્મિત મહાભારતની વાત કરીએ તો તેમાં અર્જુનનો અભિનય અભિનેતા ફિરોજ ખાન દ્વારા કરવામાં આવ્યો હતો. આજે પણ ફિરોજ ખાનને અર્જુનના નામે જ ઓળખવામાં આવે છે તો ચાલો જાણીએ અર્જુનના પાત્ર માટે ફિરોજ ખાનની પસંદગી કેવી રીતે થઇ હતી.

Image Source

મહાભારતમાં ફિરોજ ખાનની અર્જુન માટે પસંદગી થતા જ ફિરોજ ખાને પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું, માભારતના પટકથા અને સંવાદ લેખક ડૉ. રહી માસુમ રજાએ ફિરોજ ખાનને જણાવ્યું હતું કે 23 હજાર લોકોમાંથી તેનું સિલેક્શન થયું છે. તેવામાં તેનું નામ પણ અર્જુન જ હોવું જોઈએ. તું લાગે પણ અર્જુન જેવો જ છે અને ઇન્ડ્રસ્ટ્રીઝમાં કોઈ આ નામનું પણ નથી. જેના કારણે મહાભારતનો અર્જુન ફિરોજ ખાન અસલ જીવનમાં પણ અર્જુન નામ ધારણ કરીને અર્જુન બની ગયો.

Image Source

મહાભારતનું પ્રસારણ દૂરદર્શન ઉપર વર્ષ 1988થી 1990 સુધી થયું હતું, પરંતુ ફિરોજ ખાન એ પહેલા બોલીવુડમાં સક્રિય હતો, 1984માં તેને ફિલ્મ “મંજિલ મંજિલ”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને 1988માં તેને મહાભારતમાં જગ્યા મળી ત્યારબાદ તે અર્જુનના નામે પ્રસિદ્ધ થવા લાગ્યો.

Image Source

મહાભારતમાં રોલ મળવા ઉપર ફિરોજ ખાને બીઆર ચોપડાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો, એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું હતું કે “હું આજે પણ અર્જુનના નામે ઓળખાવ છું, જેવી રીતે અમિતાભ બચ્ચન ફિલ્મ “જંજીર, અમજદ ખાન ફિલ્મ “શોલે”, ધર્મેન્દ્ર ફિલ્મ :ફૂલ ઔર પથ્થર”. વિનોદ ખન્ના “કચ્ચે ધાગેથી ઓળખાય છે.

Image Source

અભિનેતાએ મહાભારતમાં અર્જુનનો અભિનય કાર્ય બાદ તેના જેવો અભિનય કરવાની ના કહી હતી. કારણ કે તે એક જેવો બીજો અભિનય કરવા માંગતા નહોતા. તેને પોતાના જીવનકાળના દરમિયાન 260થી પણ વધારે ફિલ્મો કરી છે જેમાં “જીગર”, તિરંગા”, “કરન અર્જુન”, “યમલા પગલા દીવાના-2” જેવી ખ્યાતનામ ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.