દેશમાં છેલ્લા 55 દિવસ કરતા પણ વધુ સમયથી લોકડાઉન લાગેલું છે, આ લોકડાઉનમાં ઘણા લોકોની આર્થિક હાલત ખરાબ થઇ ગઈ છે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ જેને 300 જેટલી હિન્દી તેમજ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે અને ટેલિવિઝનની સૌથી પ્રખ્યાત ધારાવાહિક મહાભારતમાં પણ કામ કર્યું છે. તે છતાં પણ આજે તેમની હાલત ખુબ જ ખરાબ છે. આ લોકડાઉનમાં તો તેમને જીવવાના પણ ફાંફા પડી રહ્યા છે.

અમે વાત કરી રહ્યા છીએ અભિનેતા સતીશ કૌલની, જેમને મહાભારતમાં દેવરાજ ઇન્દ્રનો અભિનય કર્યો હતો અને એટલું જ નહિ તે એક સમયે પંજાબી ફિલ્મોના દમદાર અભિનેતા હતા, પંજાબી ફિલ્મોમાં તેમને સાઈન કરાવવા માટે ડાયરેક્ટરો પડાપડી કરતા હતા, પરંતુ આજે તેમના જીવનની પરિસ્થિતિ સાવ જુદી છે.

થોડા દિવસ પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે અભિનેતા સતીશ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. પરંતુ આ બાબતે સતીશ દ્વારા જ જણાવવામાં આવ્યું હતું કે તે વૃદ્ધાશ્રમમાં નથી રહેતા પરંતુ ભાડાના ઘરમાં હાલમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

આ બાબતે અભિનેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે પહેલા વૃદ્ધાશ્રમમાં રહેતા હતા, પરંતુ હવે તે ભાડાના ઘરમાં રહેવા લાગ્યા છે, અને હાલમાં તેમનું સ્વાસ્થ્ય સારું છે, પરંતુ આ લોકડાઉનના કારણે પરિસ્થિતિ તેમના માટે થોડી વધારે કપરી બની છે.

એક ન્યુઝ એજણાસી સાથે વાત કરતા સતીશે જણાવ્યું હતું કે: “મારે દવા, કરિયાણું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે, મને મદદ કરવા માટે ઈન્ડસ્ટ્રીના લોકોને અપીલ છે. મને એક્ટર તરીકે ખૂબ પ્રેમ મળ્યો છે. પરંતુ હવે એક માણસ તરીકે મારે થોડી મદદની જરૂર છે.”

સતીષની ઉંમર આજે 73 વર્ષની છે, તેમને ઘણી હિન્દી ફિલ્મોમાં અને ધારાવાહિકમાં પણ કામ કર્યું છે, તેમને 2011માં મુંબઈથી પંજાબમાં જઈને પોતાની એક્ટિંગ સ્કૂલ શરૂ કરી હતી. અને તે સ્વીકારે છે કે તેમને આ કામમાં બહુ મોટી નિષ્ફળતા મળી હતી.

વર્ષ 2015માં તેમને થાપાના હાડકામાં ફેક્ચર થયા બાદ હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું. તે અઢી વર્ષ સુધી પથારીવશ રહ્યા. આ દરમિયાન તે કામ કરી શક્યા નહીં અને ત્યારબાદ તેઓ બે વર્ષ સુધી વૃદ્ધાશ્રમમાં રહ્યા હતા. જયારે તે અભિનેતા તરીકે પડદાં અને ટીવી ઉપર આવતા હતા ત્યારે તેમને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો.

સતીશ જણાવે છે કે “આજે પણ મારામાં અભિનયની ક્ષમતા છે, મને કોઈપણ રોલ ઓફર થાય તો હું કરી શકું તેમ છું, ભલે આજે લોકો મને ભૂલી ગયા પરંતુ હું મારા ચાહકોના પ્રેમને ક્યારેય નહીં ભૂલી શકું.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.