બોલીવુડના જાણીતા એક્ટર મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવતી મુશ્કેલીમાં આવી ગયો છે. તેના વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં બળાત્કા અને ગર્ભપાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે મિથુનની પત્ની યોગિતા બાલી પર પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ આરોપ ઇન્ડટ્રીઝમાં કામ કરનારી એક એક્ટ્રેસ-મોડેલે લગાવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અને મહાક્ષય વર્ષ 2015માં રિલેશનશિપમાં હતા. વર્ષ 2015માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવી સોફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા પીવડાવી દીધી હતી. આ દરમિયાન મહાક્ષયએ પીડિતાની સહમતી વગર તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. બાદમાં ઘણી વાર લગ્નની વાત કરી હતી. મહાક્ષયએ લગ્નનો વાયદો કરીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.

મહાક્ષય પર આરોપ છે કે તેને ચાર વર્ષ સુધી પીડિતા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. આ સાથે જ માનસિક રીતે પણ હેરાન કરી હતી.એફઆઈઆર અનુસાર, જયારે પીડિતા પ્રેગ્નેન્ટ થઇ ગઈ ત્યારે મહાક્ષય તેની પર જબરદસ્તી ગર્ભપાત કરવા માટે દબાણ કરી રહ્યો હતો. આ બાદ પીડિતા ના માની તો તેને દવા આપીને ગર્ભપાત કરાવી દીધો હતો. પીડિતાનું કહેવું છે કે, તેને ખબર ના હતી કે, આ દવા ગર્ભપાતની છે.

મહાક્ષય અને યોગિતા વિરુદ્ધ IPCની ધારા 376 (2) (N) (એક જ મહિલાનો વારંવાર રેપ કરવો), 328 (ઝેર અથવા અન્ય માધ્યમથી ઇજા પહોંચાડવી), 417 (ફ્રોડ), 506 (અપરાધિક ધમકી), 313 (મહિલાની સહમતિ વગર ગર્ભપાત) અને ધારા 34 હેઠળ કેસ ફાઈલ થયો છે
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.