ધાર્મિક-દુનિયા

મહાશિવરાત્રી પર તમારી મનોકામના અનુસાર શિવજીનો કરો અભિષેક, જાણો કઈ વસ્તુથી મળશે કયો લાભ

ત્રણે લોકોના દેવ એવા ભગવાન શિવનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રી છે. કહેવાય છે કે મહાશિવરાત્રી એવો દિવસ છે જ્યારે ભગવાન શંકર પૃથ્વી પર પોતાના શિવલિંગ પર બિરાજમાન રહે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરી લેવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે.

Image Source

આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ 21 ફેબ્રુઆરી 2020 ના રોજ આવી રહ્યો છે. શિવ ભક્ત આ દિવસે મહાદેવની વિધિ વિધાન પૂર્વક પૂજા કરીને ફળની પ્રાપ્તિ કરે છે. જો કે ભક્તો મહાશિવરાત્રીના દિવસે ભગવાનને પ્રસન્ન કરવા માટે જાતજાતના ઉપાયો કરે છે પણ શાસ્ત્રોના આધારે લોકોની મનોકામનાના અનુસાર અમુક ખાસ વસ્તુઓથી અભિષેક કરીને ઈચ્છીત ફળ મેળવી શકાય છે. આવો તો તમને જણાવીએ શિવ ભગવાનની પૂજા અને અભિષેક કરવાના નિયમો.

Image Source

શાસ્ત્રોમાં આ દિવસને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવેલો છે. જો કે શિવરાત્રીનો દરેક પ્રહર ખાસ હોય છે. આ દિવસે સવાર, બપોર, સાંજ અને રાતે એમ ચારે પ્રહરોમાં રુદ્રાષ્ટાધ્યાયી પાઠની સાથે ભગવાન શિવનો અલગ અલગ વસ્તુઓથી અભિષેક કરવાથી કૃપા પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખો કે શિવલિંગનો અભિષેક તાંબાના વાસણ સિવાય અન્ય કોઈપણ ધાતુના વાસણથી જ કરવો જોઈએ.

Image Source

1. ઘણીવાર લોકોને લગ્નમાં બધા આવતી હોય છે. લગ્ન સંબંધી અડચણોથી બચવા માટે શિવરાત્રીના દિવસે કેસરથી શિવલિંગનું અભિષેક કરવથી સમસ્યા દૂર થાય છે.

2. કામકાજમાં જો કોઈ બાધા આવતી હોય તો આવી સ્થિતિમાં મહાશિવરાત્રીના શુભ દિવસે શેરડીના રસથી શિવજીનું અભિષેક કરવું જોઈએ.

Image Source

3. જો તમે કોઈ લાંબી બીમારીથી ચિંતિત છો અને ઈલાજ કરવા છતાં પણ તબિયતમાં સુધાર નથી આવી રહ્યો તો  શિવરાત્રીના દિવસે શિવજીનું દૂધમાં પાણી ભેળવીને અભિષેક કરો.

4. જો કોઈ દંપત્તિને સંતાન સુખની પ્રાપ્તિ કરવી છે તો કાચા દૂધથી શિવલિંગનું અભિષેક કરો, જેનાથી તમને અમુક જ સમયમાં સંતાન સુખ મળશે.

5. જો તમે ધન સંબંધી સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો મહાશિવરાત્રીના દિવસે ગાયના ઘી થી અભિષેક કરવો જોઈએ.

Image Source

6. જો તમે કર્જ અને કર્મોથી છુટકારો મેળવવા માંગો છો તો આ દિવસે મધથી શિવજીનો અભિષેક કરવાથી જલ્દી જ લાભ મળશે.

7. શાસ્ત્રોમાં સ્ફટિક શિવલિંગને ઉત્તમ ફળદાઇ માનવામાં આવેલું છે. સ્ફટિક શિવલિંગને તમે ઘરની અંદર પણ સ્થાપિત કરી શકો છો. સ્ફટિક શિવલિંગની નિયમિત પૂજા અર્ચના કરવાથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થઇ જાય છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં સ્ફટિક શિવલિંગને વાસ્તુદોષથી મુક્તિ પ્રદાન કરનારા જણાવવામાં આવ્યા છે.

Image Source

8. ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો માળાની સાથે જાપ કરવાથી ખુબ પુણ્ય મળે છે અને જીવનમાં આવનારી બાધાઓ પણ દૂર થઇ જાય છે.

9. આ સિવાય તમે ભગવાન શિવનો મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકો છો જે ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. શાસ્ત્રોના આધારે આ મંત્રથી વ્યક્તિના આયુષ્યમાં વધારો થાય છે.

10. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી બચવા માટે ऊँ जूं स: મંત્રનો જાપ 108 વાર કરવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય છ મુખી રુદ્રાક્ષને પણ ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષને ધારણ કરવાથી પ્રભાવ જલ્દી દેખાવા લાગે છે. જેનાથી તમે જલ્દી જ રોગમુક્ત થઇ જશો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ