ખબર

“મહા” વાવાઝોડાએ બદલી દિશા, દીવથી-દ્વારકા અને પોરબંદર વચ્ચેના કિનારે ટકરાશે, રાજ્યમાં દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યો, વાંચો મહત્વના સમાચાર

“મહા” વાવાઝોડાએ પોતાના દિશા બદલતા  કિનારાઓ ઉપર એલર્ટ  જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 6 નવેમ્બરની 7 તારીખની સવારે વહેલા “મહા” વાવાઝોડું દીવથી દ્વારકા વચ્ચેના દરિયા કિનારે ટકરાઈ શકવાની શક્યતા જાહેર કરવામાં આવી છે.

Image Source

હવામાન વિભાગની સૂચનાના પગલે ભવનગરમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યો છે તેમજ ઘોઘા, ન્યૂ પોર્ટ, અલંગ, મહુવા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યના માછીમારોને દરિયો ના ખેડવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.

Image Source

“મહા” વાવાઝોડું 120 કી.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યું છે જેના પગલે 6 અને 7 નવેમ્બરના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પાડવાની પણ સંભાવના છે. 8 નવેમબરથી “મહા” ની અસર ઓછી થતી જશે.

Image Source

“મહા” વાવાઝોડાની દિશા બદલાય તે માટે પ્રાર્થનાઓ પણ ચાલી રહી છે. ‘મહા’ વાવાઝોડાંને લઇને તંત્ર પણ એલર્ટ પર છે. ત્યારે સોમનાથ અને વેરાવળમાં તંત્ર દ્વારા NDRFની 15 ટીમો તાત્કાલિક એલર્ટ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 થી 7 નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

Image Source

સતત કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ હવે સતત ” વાયુ ” વાવાઝોડું ત્યારબાદ “ક્યાર” વાવાઝોડું અને હવે “મહા” વાવાઝોડાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સતત સૂચનાઓની બેરોજગાર બનેલા સાગરખેડુઓ પણ રાજ્ય સરકાર પાસે ખેડુતોની જેમ વળતરની માંગ કરી રહ્યા છે.

“મહા” વાવાઝોડા સામે સરકારની પણ “મહા તૈયારી”:
કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડ પર,પ્રાકૃતિક વિપદા ઓછામાં ઓછું નુકસાન કરે તે માટે તમામ દિશામાં પ્રયાસો. મહા વાવાઝોડાની અસરને નાથવા સમગ્ર તંત્ર સક્રિય થઈ ગયું છે. વાવાઝોડાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવનના કારણે વૃક્ષો પડી શકે છે, તેમજ રોડ પણ તૂટી શકે છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ સ્થળાંતર કરવા માટેની સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચરીમાં ખાસ કોન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લાના તમામ અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. સવારથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વધુ સક્રિય બન્યું છે. મગફળીના તૈયાર પાકને નુકસાન ના પહોંચે તે માટે તલાટીઓ અને ગ્રામ સેવકોને સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ તૈયાર પાકને ઢાંકી દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો આ તરફ રાજકોટ મનપનો આગતરો એક્શન પ્લાન તૈયાર કરી લેવામા આવ્યો છે.. મનપાનું ફાયર એન્ડ ઇમર્જન્સી તંત્ર એલર્ટ પર છે. સાથે જ 5 રેસ્ક્યુવાન અને એક રેસ્ક્યુક્રેન સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. તેમજ અલગ અલગ 8 ફાયર સ્ટેશન ખાતે ઇમર્જન્સી ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિમાં રોશની વિભાગ, ફાયર વિભાગ રાઉન્ડ ધી ક્લોક ખડેપગે રાખવામાં આવશે.

પોરંબદર, વેરાવળ, સોમનાથ ગીર, અમરેલી, જામનગર. દ્વારકા સહિતના અન્ય દરિયા કાંઠે NDRFને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અત્યારથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવમાં આવી છે. ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં દીવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયક્લોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી તારીકે મધારેત ગુજરાત કાંઠે ટકરાય શકે છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં 6 અને 7 તારીખે વ્યાપક વરસાદ પડી શકે છે. જે મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.