ખબર

બ્રેકીંગ ન્યુઝ: ફરી ગુજરાતની ધરતી ધ્રુજી, હમણાં જ આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો જાણો વિગત

ગઈકાલે રવિવારે સાંજે ગુજરાતમાં ધરતીકંપ આવ્યા બાદ કચ્છમાં ફરી ભૂકંપનો મહાકાય આંચકો અનુભવાયો છે. આજે હમણાં જ બપોરે 12.56 અને 1 વાગ્યાની વચ્ચે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. રવિવારની જેમ ભચાઉ આસપાસ ભૂકંપના આંચકા મહેસૂસ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અને લોકોમાં ડરનો માહોલ બનેલો છે.

આ આંચકા પછી 13 જેટલા આફટર શોક અનુભવાયાં હતા. ભૂકંપના આંચકાના સૌથી વધુ કેન્દ્રબિંદુ કચ્છના રાપરમાં નોંધાય છે. 30 આંચકાનું કેન્દ્રબિંદુ રાપર અને દુધઈની આસપાસ નોંધાયું છે