ગામની અંદર આ ભાઈ લોકોને બતાવી રહ્યો હતો જબરદસ્ત જાદુ, ત્યારે જ એક વ્યક્તિએ આવીને 10 સેકેંડમાં ખેલ ખુલ્લો પાડી દીધો…

જાદુગર બતાવી રહ્યો હતો હેરાન કરી દેનારો જાદુ, 10 સેકેન્ડમાં જ તેની આખી પોલ ખુલી ગઈ, જુઓ વીડિયો

જાદુ જોવાનું દરેકવ્યક્તિને ગમતું હોય છે. ત્યારે ઘણા જાદુગર જાદુના એવા એવા ખેલ બતાવતા હોય છે જેને જોઈને લોકો પણ હક્કાબક્કા રહી જાય. ઘણા લોકો આવા જાદુને જોઈને પ્રભાવિત પણ થતા હોય છે. પરંતુ જાદુ એ ફક્ત નજરબંધીનો ખેલ છે અને કલાકારની કરામત છે, જેને જોઈને આપણે પણ તેને રિયલ માની લઈએ છીએ.

ત્યારે સોશિયલ મીડિયામાં એવા જ એક જાદુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો પણ હેરાન છે પરંતુ એક વ્યક્તિ આવીને 10 સેકેન્ડમાં તેની પોલ ખોલી નાખે છે. આ વીડિયો ટ્વિટર હેન્ડલ ‘Great Videos’ (@Enezator) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “જાદુનું રહસ્ય ખુલ્યું.”

આ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ શરીરને અડધું કરવાનો જાદુ બતાવી રહ્યો છે. ‘સ્ત્રીનો અડધો ભાગ’ દર્શકોને દેખાય છે. જ્યારે અધ્ધઓ ભાગ ગાયબ છે. સ્ત્રીના પગ વાસ્તવિક છે અને તે જીવિત છે એવું દેખાડવા માટે જાદુગર ટેબલને પણ ફરે છે! જનતા બધું ધ્યાનથી જોઈ રહી છે અને તેના જાદુથી પ્રભાવિત થઇ છે.

ત્યારે જ પ્રેક્ષકોમાંથી એક છોકરો આવે છે અને ઝડપથી પગમાં ફસાયેલ સફેદ (સ્કર્ટ) કપડું ખેંચીને ફેંકી દે છે, અને ટેબલ ખોલે છે અને તેમાંથી એક બાળકને બહાર કાઢે છે. આ જોઈને બધા ચોંકી ગયા અને હાથમાં રહેલી ખાલી બોટલો જગદુર પર ફેંકવા લાગ્યા. આ વીડિયો હવે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel