હેલ્થ

ટુવાલની મદદથી રોજ 5 મિનિટ કસરત કરો, શરીરની ચરબી ફટાફટ ઘટી જશે, વાંચો બેસ્ટ ટિપ્સ

આજે દુનિયાના દરેક લોકો પોતાની ફિટનેસને લઈને દીવાના થયા છે અને થાય પણ કેમ નહિ? આ પોતાની જાતને વધુ દેખાવડા બનાવવાની એક સારી રીત છે. ત્યારે વધારે વજન ધરાવતા લોકો પણ આકર્ષક દેખાવા માટે વજન ઓછું કરવાના ઘણા પ્રયાસો કરે છે. વજન ઓછું કરવા માટે આ લોકો કેટલાય નુસ્ખાઓ અપનાવે છે જેમાંથી કેટલાક કારગર સાબિત થાય છે અને કેટલાક તો માત્ર સમયનો વ્યય જ કરે છે.

Image Source

સાચી જ વાત છે કે તમે પોતાનું વજન ઓછું કરવા માટે ઘણા ઉપાયો અજમાવ્યા હશે પણ શું એમાંથી કોઈ પરિણામ મળ્યું? જો તમારો જવાબ ના છે તો આજે અમે તમારા માટે એક જાપાની ટેક્નિક લઈને આવ્યા છીએ, જેમાં તમને ડાયેટ કરવાની જરૂર નથી કે ન કોઈ જીમમાં જઈને મહેનત કરવાની જરૂર.

Image Source

હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમને તમને વજન ઓચ્છુ કરવા માટે એક નાની એક્સરસાઇઝ વિશે જણાવીશું, જેને એક જાપાની ફિઝિશિયને જણાવી છે. આ ખૂબ જ સરળ અને જાદુઈ એક્સરસાઇઝ છે, જેનાથી તમારું બોડી પોશ્ચર સારું થશે અને તમને પીઠના દુઃખાવાથી પણ રાહત મળશે. માત્ર આટલું જ નહિ, પણ આ પ્રભાવી રીતે વજન ઓછું કરવા માટે પણ મદદ કરશે. આના માટે તમારે માત્ર એક ટુવાલની જરૂર હોય છે.

Image Source

આના માટે તમારે કંઇ કરવાનું રહેશે નહીં. ન તો ખર્ચાળ જીમ મશીનની જરૂર છે અને ન તો કોઈ સોના સ્લિમ બેલ્ટની. આ એક્સરસાઇઝ માટે માત્ર એક ટુવાલ રોલની આવશ્યકતા છે. હા, માત્ર એક રોલ કરેલા ટુવાલની મદદથી તમે તમારા ‘કમરા’ને ફરીથી કમર બનાવી શકો છો.

Image Source

હવે તમે વિચારી રહયા હશો કે ટુવાલથી કેવી રીતે કોઈ વજન ઘટી શકે છે? તો જવાબ છે, વિજ્ઞાન. ડોક્ટરોએ કમરની આસપાસ વધુ ચરબીનું કારણ શોધી કાઢ્યું છે. ડોક્ટરોને મળ્યું છે કે પેટની આજુબાજુ ચરબી ખરેખર તમારા પેલ્વિસના ખોટી જગ્યાએ હોવાના કારણે જમા થાય છે. અને આ કસરત પેલ્વિસ પ્લેસમેન્ટને ઠીક કરવાનો દાવો કરે છે, જેનાથી આપમેળે તમારી કમરની આસપાસની ચરબી ઘટે છે અને વજન ઓછું થાય છે.

Image Source

આ રીતે કરો એક્સરસાઇઝ:

ટુવાલને લગભગ 15 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા વેલણાકારમાં ફોલ્ડ કરી લો. પછી કોઈ દોરાથી બાંધી લો જેથી ફોલ્ડ ખુલી ન જાય.

આ પછી તમે કોઈ સમતલ અને મજૂત સપાટી જેમ કે જમીન પર, ફિટનેસ મેટ અથવા મસાજ ટેબલ પર સુઈ જાઓ.

પીઠ પર સુઈ જાઓ અને પોતાની કમર પાસે ટુવાલ એવી રીતે રાખો કે તે તમારી નાભિની સમાંતર હોય.

પોતાના પગને ખભાની પહોળાઈ જેટલા ખોલો, અને પગના અંગૂઠા એકબીજાને અડાડો, પણ પગ એ જ જગ્યાએ રાખવાના એટલે ત્રિકોણ આકાર બનશે.

હાથે માથા પર લઇ જાઓ, હાથની ટચલી આંગળીઓ એકબીજાને જોડેલી રાખો.

આ પોઝિશનમાં 5 મિનિટમાં પડયા રહો.

આ પછી ધીરે-ધીરે નોર્મલ પોઝિશનમાં આવી જાઓ અને આ એક્સરસાઇઝ પુરી કરો.

આ ટેક્નિકને રોજ ત્રણ વાર પાંચ-પાંચ મિનિટ કરવાથી થોડા જ દિવસોમાં તમને જાતે જ બદલાવ જોવા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.