રસોઈ

આજે બનાવો મેગીના ભજીયા, તમારા બાળકો અને હસબન્ડ થઈ જશે ખુશ ખુશ !!

બટેકાના ભજીયા, ને ગોટા તો ખૂબ જ ખાધા. આજે બનાવો મેગી ના ભજીયા. એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને. નાના મોટા સૌ હોંશે હોંશે ખાશે અને બનાવવામાં પણ છે એકદમ સરળ. તો નોંધી લો રીત.

સામગ્રી:

  • મેગી 2 પેકેટ
  • તેલ તળવા માટે
  • બેસન 3 ચમચી
  • ડુંગળી 1નંગ
  • કોબીઝ 1 વાડકી
  • લીલા મરચા 1ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ધાણા 1 ચમચી

રીત:

સૌપ્રથમ મેગી બનાવી લો એમાં મેગી મસાલો એડ કરી ને બનાવની અને એમાં બઉ પાણી ના રેવું જોઈએ બની ને ઠંડી થાય જાયઃ એટલે ખીરું તૈયાર કરી લો
અને એમાં બેસન વધારે નઈ વાપરવું નઈ તો ભજીયાં નરમ થશે અને સોડા એડ કરવો પડશે
ક્રિસ્પી કરવા માટે અને આ ભજીયાં ક્રિસ્પી સારા લાગશે તો બધું એક બૉઉલ માં મિક્સ કરી લો અને ભજીયા જેવું ખીરું તૈયાર કરી લો
પછી એને તળી લો થોડા લાલાશ પડે ત્યાં સુધી તળો.
એટલે કાડી લો તો તૈયાર છે મેગી ના ભજીયાં અથવા પકોડા
તો આ રેસીપી જરૂર થી બનાવજો આ રેસીપી તમારા બાળકો મિત્રો અને તમારા પતિ ને બઉજ ભાવશે અને આ એકદમ જલ્દી બની જાયઃ
એવો નાસ્તો છે તો જરૂર થી બનાવજો અને જણાવજો રેસીપી કેવી લાગી:
Video:


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks