રસોઈ

ઉતરાયણ આવે છે ને ચીકકી બનાવવી છે ? તો આ મગફળીની ચીકકીની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સ્પેશિયલ તમારા માટે જ છે….જોઈને બનાવો, પરફેક્ટ ચીકકી ઘરે જ બનશે..!!,

દરેક ગુજરાતી ઘરોમાં ઉતરાયણ આવે એટ્લે ચીકકી જરૂર બનતી જ હશે. ને બનાવતા જ હશે, એમાંય ઘણા પ્રકારની ચીકકી બનાવતા હશે, દાળિયાની ચીકકી, સિંગની ચીકકી, મમરાની ચીકકી, તલની ચીકકી વગેરે…., ચીકી એ એક પ્રકારની મીઠાઈનો પણ પ્રકાર છે. નાના બાળકોને ચોકલેટ ના બદલે ચિકી આપવી એ બેસ્ટ ઓપ્શન છે, બાળકો માટે હેલ્ધી રહેશે ચીકકી તેમને ખવડાવવી. તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈને મગફળીની ચીકી બનાવીએ.

સામગ્રી :

  • 1 કપ, શેકીને ફોતરાં ઉતારેલ મગફળીના દાણા બે ભાગ કરેલા,
  • 3/4 કપ ગોળ, બારેક કરેલો,
  • 1 ચમચી ઘી.

રીત :
જો તમે શીંગદાણા શેકીને નથી રાખ્યા તો સૌ પ્રથણ જાડા તળિયા વાળા વાસણમાં શીંગદાણા ને શેકી લેવાના છે.
પછી ત ઠંડા થાય એટ્લે તેના ફોતરાં ઉતારી ને તેને બે ભાગ કરી ને એક સાઈડ પર રાખી દો.
હવે એક પાટલી વેલણને પણ ઘી લાગાવી ને એક બાજૂ મૂકી દો.
હવે એક જાડાં તળિયાવાળી કઢાઈને ગરમ કરો ને એમાં એક ચમચી ઘી નાખો ને પછી ગોળ એડ કરો. ગોળ ઓગળવા લાગશે ને ધીમે ધીમે પાયો બની જશે, એકદમ ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી હલાવવું.
હવે એક વાટકીમાં પાણી લો ને એમાં ગોળનો પાયો બનેલો નાખો , જો ગોળ નાખતાની સાથે જ ઓગળવા લાગે તો સમજો કે પાયો બની ગયો છે જો ન ઓગળે તો તેને હજી ધીમા તાપે થોડેવાર વધારે હલાવો.
હવે ગેસ બંધ કરો ને એમાં સિંગદાણા નાખીને એકસાથે મહેનત લગાવી હલાવી નાખો.ગોળ અને સીંગદાણા મિક્સ ન થાત ત્યાં સુધી સતત હલાવતું રહેવું.
પહેલેથી ઘી લગાવીને રાખેલી પાટલી પર સિંગદાણાના આ મિસરણ ને પાથરી દો. ને તરત જ વેલણની મદદથી તેને ઉપર પ્લાસ્ટિક નો કાગળ મૂકી હળવા હાથે વણી લો ને તેને સૂકાવા દો.
હવે તમને ગમતા આકારમાં ચીકીનું કટિંગ કરી લો.

તો બની ગઈ છે તમારી મગફળીની ચીકી…ઠંડી પડે એટ્લે એક ડબ્બામાં સ્ટોર કરી ભરી દો ને પછી જ્યારે મન પડે ત્યારે ખાવાનો આનંદ માણો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ