લગ્ઝરી કાર અને અનેક બંગલા…અરબોની સંપત્તિનો માલિક હતો 10 ફેલ અતીક અહમદ…અધધધ કરોડોની કારમાં કરતો સવારી

786 નંબરવાળી કારમાં ફરતો હતો અતીક અહમદ, કાર કલેક્શનમાં લૈંડ ક્રૂઝરથી પજેરો સુધી અનેક સામેલ, જુઓ PHOTOS

ઉત્તરપ્રેદશના બાહુબલી માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઇ અશરફની શનિવારા પોલિસ કસ્ટડીમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. અતીક અને અશરફને પ્રયાગરાજના હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે હુમલાખોરોએ ગોળી ચલાવી ત્યારે બંને ભાઇ મીડિયાકર્મીના સવાલોના જવાબ આપી રહ્યા હતા. અતીકના માથામાં એક ગોળઈ વાગી અને તે ત્યાં જ ઢેર થઇ ગયો. પોલિસનું કહેવુ છે કે હુમલાખોર મીડિયાકર્મી બનીને આવ્યા હતા.

અતીકે 1979માં અપરાધની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને તેના વિરૂદ્ધ 100થી પણ વધારે અપરાધિક મામલા દાખલ હતા. યુપી પોલિસના આંકડા અનુસાર, અતીક અહમદના પરિવારના સભ્યો વિરૂદ્ધ 160થી વધારે અપરાધિક મામલા દાખલ છે. ટાઇમ્સ ઓફ ઇનિડિયાના અનુસાર, યુપી સરકાર દ્વારા ગેંગસ્ટર અધિનિયમ અંતર્ગત અતીક અહમદ અને તેના સહયોગીઓની 150 કરોડ રૂપિયાની સંપત્તિ કુર્ક કરવામાં આવી હતી. તેમ છત્તાં અતીકના પરિવાર પાસે અથાગ સંપત્તિ છે, પણ તેના દીકરા જેલમાં અને અનાથાલયમાં છે અને પત્ની ફરાર ચાલી રહી છે.

અતીકનો એક દીકરો એન્કાઉન્ટરમાં માર્યો ગયો. હાલ તો અતીકના પરિવાર પાસે પાંચ હજાર કરોડની સંપત્તિ હોવાની વાત કહેવામાં આવી રહી છે. 2019ની લોકસભા ચૂંટણી સમયે માફિયા અતીક અહેમદે તેની સંપત્તિ જાહેર કરી હતી, જે મુજબ, તેની પાસે 25,50,20,529 રૂપિયાની સંપત્તિ અને શૂન્ય દેનદારી હતી. તેણે બેંક અને NBFC ખાતામાં 8,42,840 રૂપિયા અને 1,26,58,115 રૂપિયાની રોકડ જાહેર કરી હતી. તેને મોંઘા વાહનોનો પણ શોખ હતો.

તેની પાસે પાંચ વાહનો હતા જેમાં – મારુતિ જીપ્સી, મહિન્દ્રા જીપ, એક બીજી જીપ, મિત્સુબિશી પજેરો અને ટોયોટા લેન્ડ ક્રુઝર, જેની સંયુક્ત કિંમત રૂ. 32,76,000 છે. માફિયામાંથી રાજકારણી બનેલો અતીક અને તેનો પરિવાર 2005માં બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યામાં નામ સામે આવ્યા બાદ ચર્ચામાં છે, જેમાં અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માફિયા અતીકના એક પુત્રએ એન્કાઉન્ટરમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે તેના બે પુત્રો જેલમાં સજા કાપી રહ્યા છે,

જ્યારે અન્ય બે પુત્રોને બાળ ગૃહમાં રાખવામાં આવ્યા છે. તેની પત્ની ફરાર છે. યુપી પોલીસે અતીક અને તેના પરિવારના સભ્યોની રૂ. 11,684 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. પોલીસે અતીકની પત્નીની મિલકતો પણ જપ્ત કરી હતી, જેની સામે ત્રણ ગુનાહિત કેસ નોંધાયેલા છે. અહેવાલો મુજબ, રાજ્યમાં માફિયાઓની પ્રવૃત્તિઓ પર આદિત્યનાથ સરકારની કાર્યવાહીને પગલે અતીકે ગેરકાયદેસર ટેન્ડરો અને સંપર્કોનો વ્યવસાય બંધ કરવો પડ્યો હતો.

જેને કારણે અતીક અને પરિવારને દર વર્ષે 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ સાથે અતીક અહેમદ અને તેના સહયોગીઓના કબજામાં રહેલી 417 રૂપિયાની જમીન પણ છોડાવામાં આવી હતી. અતીકે 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કાનપુરમાં એક કારને ઘણી ફ્લોન્ટ કરી હતી, જેનો રજીસ્ટ્રેશન નંબર ખાસ હતો અને તેના છેલ્લા ત્રણ અંક 786 હતા. અતિક પાસે લેન્ડ ક્રુઝર, મર્સિડીઝ જેવી ઘણી એસયુવી કાર હતી. આ સિવાય સૌથી વધુ કિંમત તેની હમર કારની હતી.

Shah Jina