19 વર્ષનો આ યુવક ચોકીદાર સુઈ રહેતો તો કરી નાખતો હત્યા, 250 પોલીસકર્મીઓ લાગ્યા હતા તપાસમાં, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

KGFના રોકીભાઈના રવાડે ચઢીને 19 વર્ષનો છોકરો બન્યો સિરિયલ કિલર, 4 વોચમેનની કરી હત્યા, રૂંવાડા ઉભા કરી દેનારી કહાની

દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકોની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતાી હોય છે તો ઘણીવાર લૂંટ માટે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, પરંતુ હાલ પોલીસના હાથમાં એક એવો સાઈકો કિલર આવ્યો છે જે ચોકીદારની હત્યા કરી નાખતો હતો. ડ્યુટી ઉપર જો કોઈ ચોકીદાર સુઈ જતો તો આ સાઈકો કિલર તેની હત્યા કરી નાખતો. પોલીસની પકડમાં આવેલા આ સાઈકો કિલરની ઉંમર 19 વર્ષ છે.

મધ્ય પ્રદેશના સાગરમાં 4 ચોકીદારને ઊંઘમાં મારનાર સીરિયલ કિલરની સાગર પોલીસે ભોપાલથી ધરપકડ કરી છે. અગાઉ તેણે ભોપાલમાં એક ચોકીદારની પણ હત્યા કરી હતી. સાગરમાં આર્ટ એન્ડ કોમર્સ કોલેજના ચોકીદારની હત્યા કર્યા બાદ તેનો મોબાઈલ લઈ ગયો હતો. સિમ બહાર કાઢીને ફેંકી દેવામાં આવ્યું હતું. આ મોબાઈલની મદદથી પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ રહી હતી.

સાગરમાં રાત્રે ડ્યુટી ઉપર સુઈ રહેલા 5 ચોકીદાર પર હુમલો કરીને 4ની હત્યા કરનાર સિરિયલ કિલર ગત રોજ રાજધાની ભોપાલ પહોંચ્યો હતો. ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે, તેણે ખજુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોરાજી માર્બલ અને ટાઇલ્સની દુકાનમાં સૂતેલા ચોકીદારની નિર્દયતાથી હત્યા કરી. અહીં સાગર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તેનો પીછો કર્યો હતો. તેની પણ વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે ખુદ રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ માહિતી આપતા કહ્યું કે એક પછી એક ચોકીદારની હત્યા કરનાર ગુનેગાર ઝડપાઈ ગયો છે. તેણે ભોપાલમાં ચોકીદારની હત્યા કર્યાનું કબૂલ્યું છે. બાકીની હત્યાઓ માટે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના સાથે જોડાયેલા એક ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં શંકાસ્પદ ભાગતો જોવા મળે છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા શહેરમાં નાકાબંધી કરી છે. તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ખાસ પોલીસની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી. આ સીરિયલ કિલરને પકડવા માટે પોલીસે 15 ટીમો બનાવી હતી. આરોપીના સ્કેચ જાહેર થયા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિ નજરે પડી રહી હોવાની માહિતી પોલીસને મળી રહી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સીરિયલ કિલર સાગર જિલ્લાનો રહેવાસી છે. ભોપાલના ખજુરી બાગ વિસ્તારમાંથી આ સાઈકો કિલરની ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવેલી માર્બલ ફેક્ટરીમાં ખુરશી પર સૂઈ રહેલા ચોકીદારને તેણે નિર્દયતાથી માર માર્યો હતો. ભોપાલ પોલીસને આ ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં સાગર પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. સાગર પોલીસ 30 સપ્ટેમ્બરથી તેનો પીછો કરી રહી હતી.

સીરિયલ કિલરનું નામ શિવ પ્રસાદ છે. તે સાગર જિલ્લાના કેસલી બ્લોકના કૈંકારા ગામનો રહેવાસી છે. શરૂઆતમાં તે માનસિક રીતે બીમાર હોવાનું જણાય છે. જોકે શારીરિક રીતે તે એકદમ ઠીક છે. તેણે સાગર અને ભોપાલમાં હત્યાઓ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે સાગરમાં હત્યા બાદ તેનો ચહેરો સીસીટીવીમાં કેદ થયો હતો. તેના આધારે પોલીસે તેનો સ્કેચ બહાર પાડ્યો હતો. મોબાઈલ લોકેશનના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભોપાલમાં હત્યા બાદ તેણે ચોકીદારનો મોબાઈલ પણ ઉપાડી લીધો હતો.

Niraj Patel