મમ્મી હું ગરબા રમવા જાવ છું.એવું કહીને ઘરેથી નીકળેલા દીકરાની સાથે રાત્રે થયું કંઈક એવું કે બિચારા માતા પિતા દુઃખી થઈને ત્યાં જ ઢળી પડ્યા..

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર અંગત અદાવત, ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર અવૈદ્ય સંબંધ કારણ હોય છે. ઘણીવાર કોઇ પતિ-પત્ની ઘરકંકાસમાં પણ એકબીજાની હત્યા કરી દેતા હોય છે. ત્યારે હાલમાં નવરાત્રિની ધૂમ પૂરા દેશમાં મચેલી છે ત્યાં મધ્યપ્રદેશમાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાગરના મોતીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છત્રસાલ નગરમાં 17 વર્ષના કિશોરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

રવિવારે રાત્રે શહેરમાં માતાની ઝાંખી જોઈને તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કોલોનીમાં મૃતદેહ પડેલો જોઈને લોકોએ તેના પરિવારજનોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મોતીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છત્રસાલ નગર બગરાજ વોર્ડમાં રહેતો 17 વર્ષિય વિક્રમ રજક રવિવારે રાત્રે તેના મિત્રો સાથે શહેરમાં માતાજીના દર્શન કરવા ગયો હતો. મોડી રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન કોલોનીમાં અજાણ્યા આરોપીઓએ વિક્રમને માથામાં ગોળી મારી દીધી હતી. કોલોનીની એક મહિલાએ વિક્રમને જમીન પર પડેલો જોયો. તેણે તેના પુત્રને જાણ કરી. જે બાદ પુત્રએ મિત્રોને જણાવ્યું અને મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી. માહિતી મળતાં જ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં વિક્રમ મૃત હાલતમાં પડ્યો હતો. તેને માથામાં ગોળી વાગી હતી. મોતીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કર્યું હતું.

અને સોમવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તે બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે મૃતકના મિત્રોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. હજુ સુધી હત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી. મોતીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી ગૌરવ તિવારીએ જણાવ્યું કે આ મામલે કેસ નોંધ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતક ઘરેથી તેની માતાને કહી નીકળ્યો હતો કે ગરબા રમવા જાઉ છું… પરંતુ તેની માતાને થોડી ખબર હતી કે હવે પુત્ર ઘરે પરત ફરશે નહિ.

Shah Jina