પહેલા ઝાડ સાથે અને પછી મંદિરની ટોચ સાથે ટકરાયુ પ્લેન, ઉડી ગયા પરખચ્ચા, પાયલટનું મોત

મંદિરની ટોચ સાથે ટકરાઇ ક્રેશ થયુ ટ્રેની વિમાન, પાયલટનું મોત, હિમ્મત હોય તો જ જોજો તસવીરો

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર પ્લેન ક્રેશની ઘટનાઓ સામે આવે છે. કેટલીકવાર આવી દુર્ઘટનામાં પાયલોટ સહિત તેમાં સવાર લોકોના મોત પણ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશના રીવામાં એક ટ્રેની વિમાન ક્રેશ થયુ હોવાની ઘટના સામે આવી છે. રીવાના ચોરહટા થાના ક્ષેત્રના ઉમરી ગામમાં મંદિરની ટોચથી ટકરાવી પ્લેન ક્રેશ થઇ ગયુ. પ્લેનમાં હાજર પાયલટ અને પ્રશિક્ષુ ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયા.

તેમને સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં સીનિયર પાયલટનું મોત થઇ ગયુ. પાયલટ પ્રશિક્ષણ કંપનીનું પ્લેન મોડી રાત્રે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ. આ ઘટના મોડી રાત્રે 12થી1 વાગ્યા વચ્ચેની જણાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ચોરહટા હવાઇ પટ્ટીથી આ પ્લેન ઉડ્યુ હતુ, જે બાદ ધુમ્મસ હોવાના કારણે પ્લેન નીચે જ રહી ગયુ અને એક સામાન્ય ઝાડને ટકરાયા બાદ મંદિરની ટોચને ટકરાયુ અને ક્રેશ થઇ ગયુ.

આને કારણે મંદિરની ટોચ પણ તૂટીને પડી ગઇ હતી. જો આ પ્લેન મંદિર સાથે ન ટકરાઇ કોઇ ઘર સાથે ટકરાતુ તો મોટો અકસ્માત થઇ શકતો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલિસ બચાવ કાર્ય માટે ટીમ સાથે પહોંચી. ઘટનાની જાણકારી ગ્રામીણોને મળતા ઘણી ભીડ દુર્ઘટના સ્થળે અકઠી થઇ ગઇ હતી. પ્લેનની મંદિરની ટોચ સાથે એટલી જોરદાર રીતે ટક્કર થઇ કે તેના પરખચ્ચા ઉડી ગયા.

ઘટનામાં ઘાયલ થયેલાને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે રીવાના સંજય ગાંધી હોસ્પિટલ મોકલવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન સીનિયર પાયલટનું મોત થઇ ગયુ, જ્યારે પ્રશિક્ષુ પાયલટની હાલત ગંભીર છે. મૃતકનું નામ વિમાલ કુમાર હતુ, જે બિહારના રહેવાસી હતી. ઘાયલ પ્રશિક્ષુનું નામ 24 વર્ષિય સોનુ કુમાર છે, તે જયપુરના રાજસ્થાનનો રહેવાસી જણાવવામાં આવી રહ્યો છે. હાલ પોલિસ આ મામલે તપાસમાં જોડાઇ છે અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે ઘટનાની પાછળનું કારણ શું છે.

Shah Jina