પિતાએ પત્ની અને દીકરીની મદદથી પોતાના જ દીકરાને ઉતારી દીધો મોતને ઘાટ, કારણ જાણી હોંશ ઉડી જશે

દેશભરમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલીકવાર પૈસાની લેતી દેતીને કારણે હત્યા કરવામાં આવતી હોય છે, તો કેટલીક વાર અંગત અદાવતમાં હત્યા કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં એક પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી અને માતા અને બહેને લાશને ઠેકાણે કરવામાં સાથે આપ્યો અને હત્યા પણ એવા કારણોસર કરવામાં આવી કે જાણી તમે ચોંકી જશો. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી. આ પછી તેણે પત્ની અને પુત્રી સાથે મળીને પુત્રના લાશનો પણ નિકાલ કર્યો હતો. પોલીસે 15 દિવસ બાદ આ મામલે ખુલાસો કર્યો છે. પોલીસે દોરડાની મદદથી આ મામલો ઉકેલ્યો. બુરહાનપુરના એસપી અનુસાર આ ઘટના નિબોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ધુલકોટ ગામની છે. 5 જાન્યુઆરીએ રૂપારેલ નદીમાંથી રામકૃષ્ણ નામના યુવકની લાશ મળી આવી હતી. લાશના હાથ-પગ દોરડાથી બાંધેલા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મૃતકનો તેના પરિવાર સાથે વિવાદ હતો.

વધુ તપાસ કરતાં મૃતકના ઘરેથી એ જ દોરડું મળી આવ્યું હતું, જે લાશના હાથ-પગમાં બાંધેલું હતું. આ આધારે રામકૃષ્ણના પિતા, માતા અને બહેનની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે ગુનો સ્વીકાર્યો અને હત્યાની કબૂલાત કરી. રામકૃષ્ણના માતા, પિતા અને બહેને જણાવ્યું કે તેની સગાઈ થઈ ગઈ હતી. આમ છતાં તે દિવસભર અન્ય યુવતી સાથે વાત કરતો હતો. 2 જાન્યુઆરીની રાત્રે લગભગ 10 વાગ્યે રામકૃષ્ણ યુવતી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. આ કારણે તેના પિતા ગુસ્સે થયા અને રામકૃષ્ણ પર બૂમો પાડી. બંને વચ્ચે ઝઘડો થયો. તેમણે રામકૃષ્ણને થપ્પડ મારી અને ધક્કો માર્યો. ધક્કો મારવાને કારણે રામકૃષ્ણ બાથરૂમની દિવાલ સાથે અથડાઈને જમીન પર પડી ગયો. આ પછી પિતાએ રામકૃષ્ણને છાતી પર જોરથી લાત મારી. જ્યારે રામકૃષ્ણના શરીરમાં કોઈ હિલચાલ ન હતી ત્યારે પિતાએ ગભરાઈને તેમના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા.

આ પછી પિતા, માતા અને બહેને મળીને લાશને રૂપારેલ નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કર્યા બાદ તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા હતા. 3 જાન્યુઆરીએ, પિતા પોલીસ પાસે ગયા અને ફરિયાદ નોંધાવી કે પુત્ર 2 જાન્યુઆરીથી ગુમ છે. આ પછી, તે પોલીસ પાસે ન્યાય માટે આજીજી કરતો રહ્યો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી શિક્ષકના પિતાએ જણાવ્યું કે તેમના પુત્રના આવતા મહિને લગ્ન થવાના છે. પરંતુ અમે ના પાડ્યા બાદ પણ તે અન્ય યુવતી સાથે ફોન પર વાત કરતો હતો. ઘણી વખત સમજાવવા છતાં પણ તે માનતો ન હતો. 2 જાન્યુઆરીની રાત્રે પુત્ર અન્ય યુવતી સાથે વાત કરતો હતો. આ જોઈને મેં ગુસ્સામાં આવીને દીકરાને ધક્કો માર્યો, જેના કારણે તે બાથરૂમની દિવાલ પર પડ્યો.

મૃતક રામકૃષ્ણની સગાઈ ડિસેમ્બર મહિનામાં જ થઈ હતી અને લગ્ન આવતા મહિને ફેબ્રુઆરી 2022માં થવાના હતા. પરંતુ તેમ છતાં તે અન્ય યુવતી સાથે ફોન પર વાત કરતો હતો. રામકૃષ્ણની આ આદતોને કારણે તેનો પરિવારના સભ્યો સાથે અવારનવાર વિવાદ થતો હતો. પિતાએ કહ્યું કે તે કોઈ કામ કરતો નથી. તે આખો દિવસ મોબાઈલ પર વાતો કરતો હતો. તેના કારણે જ મને એટલો ગુસ્સો આવ્યો કે તેણે તેને મારી નાખ્યો.

Shah Jina