મનોરંજન

300થી વધુ ફિલ્મોમાં કામ કરનારી આ અભિનેત્રી 23 વર્ષોથી છે ફિલ્મોથી દૂર, વિદેશમાં જીવે છે શાનદાર લાઈફ, જોઈને તમે પણ ખુશ થઇ જશો

૨૬ વર્ષથી ફિલ્મોથી દૂર છે તો પણ મહારાણીઓ જેવી લક્ઝુરિયસ લાઈફ જીવે છે જુઓ PHOTOS

ફોલ્મોની દુનિયા ભુલભુલામણી જેવી છે જ્યાં ઘણા કલાકારો આવ્યા અને ક્યાંય ખોવાઈ ગયા તે પણ ખબર ના રહી. ઘણા તો એવા આવ્યા જેનામાં કોઈ ખોટ દેખાતી નહોતી છતાં પણ તેમનું ભવિષ્ય ક્યાં સમેટાઈ ગયું તેની પણ કોઈને ખબર નથી.

Image Source

આવી જ એક અભિનેત્રી જેને એક સમયે સદાબહાર ફિલ્મો આપી જેની કુલ ફિલ્મોનો આંકડો પણ 300થી વધારે છે એ અભિનેત્રી 23 વર્ષોથી ફિલ્મોથી દૂર રહીને પોતાનું જીવન વિતાવી રહી છે.

Image Source

અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ અભિનેત્રી માધવીની. માધવીએ બોલીવુડમાં ઘણી ફિલ્મો આપી છે, જેમાં તેને અમિતાભ બચ્ચન સાથે પણ કેટલીક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. “સ્વર્ગ” જેવી મોટી ફિલ્મમાં પણ માધવીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સાઉથ અને તેલુગુની મોટી ફિલ્મોમાં પણ માધવીએ કામ કર્યું છે. અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ “ગિરફ્તાર”નું એક ગીત “ધૂપ મેં ના નિકલા કરો રૂપ કી રાની…” એક સમયનું ખુબ જ પ્રખ્યાત ગીત હતું.

Image Source

માધવીની ઉંમર અત્યારે 57 વર્ષની છે. છેલ્લા 23 વર્ષોથી તે ફિલ્મી દુનિયાથી દૂર રહીને વિદેશમાં પોતાના પતિ અને દીકરીઓ સાથે વૈભવી જીવન વિતાવી રહી છે.

Image Source

માધવીના લગ્ન તેના ધાર્મિક ગુરુ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. ધાર્મિક ગુરુનું નામ સ્વામી રામા હતું. સ્વામી રામાએ માધવીની ઓળખાણ ફાર્માસ્યુટિકલ બિઝનેસમેન રાલ્ફ શર્મા સાથે કરાવી હતી. રાલ્ફ સાથે ઓળખાણ થયા બાદ બંનેએ 14 ફેબ્રુઆરી 1996માં લગ્ન કરી લીધા હતા. લગ્નબાદ માધવી ફિલ્મોની દુનિયાને છોડી પોતાના પતિ સાથે જ રહેવા લાગી હતી.

Image Source

માધવી અત્યારે પોતાના પરિવાર સાથે ન્યુ જર્સીમાં રહે છે. તેનો પતિ અમેરિકામાં જ ફાર્માસ્યુટિકલનો વ્યવસાય કરે છે. માધવી પોતાનો પરિવાર સંભાળે છે સાથે સાથે વૈભવી જીવન પણ જીવે છે. માધવીને ત્રણ દીકરીઓ પણ છે જેના નામ પ્રિસન્ના, ટીફની અને ઈલેવીન છે. તેનું અત્યારનું જીવન પણ કોઈ મહારાણીથી ઓછું નથી.