બોલીવુડની અદાકારા માધુરી દીક્ષિત આજે પણ લોકોના દિલોમાં રાજ કરે છે. 80-90 ના દશકમાં જ્યારે માધુરીએ ફિલ્મોમાં એન્ટ્રી લીધી ત્યારે તે લાખો લોકોના દિલમાં વસી ગઈ હતી. દુનિયાભરમાં લોકો માધુરીને ઘણા નામથી ઓળખે છે જેમ કે કોઈ તેને ‘ધક ધક ગર્લ’ ના નામથી જાણે છે તો કોઈ તેને ‘મોહિની’ પણ બોલાવે છે.
View this post on Instagram
બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજકાલ પરિવાર સાથે સમય વિતાવી રહી છે. થોડા સમય પહેલા માધુરી દીક્ષિતે એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે કથ્થક કરતી નજરે આવી રહી છે. તેમાં તેનો મોટો દીકરો અરિન તબલા વગાડી રહ્યો છે. માં-દીકરા વચ્ચે જબરદસ્ત બોન્ડીગ જોવા મળી રહી છે. માધુરી ભલે ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી રહે છે પરંન્તુ તેનો દીકરો લાઈમલાઈટથી દૂર રહે છે.
માધુરીના સ્મિતની સાથે સાથે તેનો ડાન્સ પણ એકદમ કાતિલાના હોય છે. ફિલ્મોમાં એક સફળ પારી રમનારી માધુરી પોતાની આગળની ફિલ્મો કલંક અને ગોલમાલ માં જોવા મળી હતી. હાલના દિવસોમાં માધુરી રિયાલિટી શો ને જજ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
The one who always cracks me up! @farahkhankunder on the sets of #dancedeewane2
અમુક વર્ષ ફિલ્મોમાં કામ કર્યા પછી માધુરીએ વર્ષ 1999 માં અમેરિકાના ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા. તેના પછી તે અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે. લગ્ન વખતે શ્રીરામને એ અંદાજો પણ ન હતો કે તે માધુરી ભારતની આટલી મોટી અભિનેત્રી છે. તેઓના બે દીકરાઓ રેયાન અને આરિન છે. એવામાં અમુક સમય પહેલા જ માધુરીએ પોતાના મોટા દીકરા આરિનની તસ્વીર પોસ્ટ કરી હતી.
આરિનનો જન્મ 23 માર્ચ 2003ના રોજ થયો હતો. આજે આરિન 17 વર્ષનો થઇ ચુક્યો છે.લગ્નના 10 વર્ષ સુધુ માધુરી અમેરિકમાં રહી હતી. 2011માં તે ભારત પરત ફરી હતી.
તસ્વીરને શેર કરતા માધુરીએ લખ્યું કે,”વિશ્વાસ જ નથી આવી રહ્યો કે સમય કેટલી જલ્દી વીતી ગયો છે”. જો કે માધુરી પોતાના પરિવાર સાથેની તસ્વીરો શેર કરતી રહે છે પણ તેના દીકરાની તસ્વીર ખુબ વાઇરલ થઇ હતી અને તેના ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.
આરિનની હાઈટ અને લુક્સ તેના પિતા શ્રીરામ જેવો જ છે.આરિન તેના પિતાની કાર્બન કોપી લાગે છે. બોલીવુડના સિતારાઓના બાળકો જેવી રીતે લાઈમલાઈટમાં રહે છે તેનાથી વિપરીત માધુરીનો દીકરો લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.
View this post on Instagram
માધુરી દીક્ષિતના ઇન્સ્ટાગ્રામ પેજ જોઈને લાગે, કે અરીનને મ્યુઝિકનો ઘણો શોખ છે. તે ઘણી વાર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો નજરે ચડે છે.હાલમાં જ એક કેમપેઇન માધુરી દીક્ષિત ગીત ગાઈ રહી હતી તો આરિન પિયાનો વગાડી રહ્યો હતો.
View this post on Instagram
અરીન હજી અભ્યાસ કરે છે. તે શાળા ડ્રામા અને નાટકમાં ભાગ લે છે. તેને ડાન્સનો પણ ખૂબ શોખ છે. એક ઇન્ટરવ્યુમાં માધુરી દીક્ષિતે કહ્યું હતું કે અરિન સ્ટેજ પર પરફોર્મન્સ કરવામાં મજા આવે છે. તે મારી પાસેથી હિપ હોપ શીખવા માંગે છે. રાયન હજી નાનો છે અને તે થોડો શરમાળ છે. જોકે, અરીન કયા ક્ષેત્રમાં તેની કારકિર્દી બનાવશે તે કહેવું બહુ મુશ્કેલ છે પરંતુ માધુરીના ચાહકો ચોક્કસપણે સ્ક્રીન પર જોવા માંગશે.
આરિન જલ્દી જ પોતાની માં માધુરીની જેમ બોલીવુડમાં એક ખાસ ઓળખ બનાવી શકે તેમ છે. એક અભિનેત્રી હોવાની સાથે સાથે માધુરી એક સારી માં પણ છે અને પોતાના બાળકોનું પૂરું ધ્યાન રાખે છે. માધુરીને પરિવાર અને કેરિયરની વચ્ચે સમતોલન બનાવી રાખવું ખુબ સારી રીતે આવડે છે.
એવી પણ ખબર સામે આવી હતી કે ફિલ્મ ‘અબોધ’ પછી માધુરીના માં-બાપ તેના લગ્ન સુરેશ વાડેકર સાથે નક્કી કરવા માંગતા હતા. સુરેશ માધુરી કરતા 12 વર્ષ મોટા હતા. પણ સુરેશે એવું કહીને માધુરીને રિજેક્ટ કરી કે માધુરી એકદમ દુબળી-પાતળી છોકરી છે.
View this post on Instagram
Find yourself a dream that is worth more than your sleep! #MondayMotivation
આ વાત માધુરીએ પણ સ્વીકારી હતી કે શરૂઆતમાં તે ખુબ દુબળી-પાતળી હતી જેને લીધે તેને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.