ગુજરાતી થાળી જોઇ ખુશીથી જૂમી ઉઠી બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત, વીડિયોએ લૂંટી વાહવાહી

બોલિવુડની ધક ધક ગર્લ કહેવાતી માધુરી દીક્ષિત પોતાના અંદાજ માટે જાણિતી છે. અભિનયથી હટકે સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો અલગ અલગ અંદાજ ચાહકોને લુભાવે છે. માધુરી દીક્ષિત સતત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. તે તેના ડાંસથી કરોડો લોકોને દીવાના બનાવી દે છે. હાલમાં માધુરી તેના એક વીડિયોને કારણે ચર્ચામાં આવી છે. આ વીડિયોમાં માધુરી દીક્ષિત ગુજરાતી થાળીનો લુપ્ત ઉઠાવતી જોવા મળી રહી છે.

માધુરી દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે અભિનેત્રીની સામે ગુજરાતી થાળી છે અને તેમાં વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે. માધુરી પણ ફૂડ જોઈને ઘણી ખુશ દેખાય છે. માધુરીના વીડિયોમાં ગુજરાતી થાળીના વ્યંજનની વાત કરીએ તો, તેમાં કઢી, કાલાજાંબુ, બટાકાનું શાક, દાળ, પાતરાં, અથાણું, પૂરી, રોટલી, ત્રિરંગી ઢોકળા, છાશ, દહીં, પાપડ, ઘારી અને બે શાક જોવા મળી રહ્યા છે.

આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં મારુ મન મોહી ગયુ ગુજરાતી ગીત સંભળાઇ રહ્યુ છે. માધુરી ગુજરાતી થાળી જોઇને ઘણી ખુશ થતી અને ડાંસ કરતી પણ જોવા મળી રહી છે. માધુરીએ આ દરમિયાન સાડી પહેરી છે અને તેણે કેપ્શનમાં ફૂડ=લવ લખ્યુ છે. આ ઉપરાંત તેણે કેટલાક હેશટેગ પણ આપ્યા છે.

થોડા દિવસ પહેલા બોલીવુડ ફિલ્મના શૂટિંગ માટે માધુરી દિક્ષીત અમદાવાદમાં આવી હતી. માધુરી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતી. તે અપકમિંગ બોલિવુડ ફિલ્મ “મેરે પાસ મા હૈ” ના શૂટિંગ માટે અમદાવાદમાં આવી હતી. માધુરીએ અમદાવાદ વાસણા વિસ્તારમાં આવેલા નારાયણ નગર સોસાયટીમાં હાજરી આપી હતી. જેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સ પહોંચ્યા હતા.

Image source

તેના આ વીડિયો પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. માધુરી દીક્ષિતના ફેન બેઝની વાત કરીએ તો તેને ઈન્સ્ટાગ્રામ પર 27.6 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. માધુરી દીક્ષિત હાલમાં ‘ડાન્સ દીવાને’ શોને જજ કરી રહી છે. શોના સેટ પરથી તેના ઘણા ડાન્સ વીડિયો વાયરલ થાય છે, જેમાં તે સ્પર્ધકો સાથે સેલેબ્સ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. માધુરી દીક્ષિત છેલ્લે બોલિવૂડની બે ફિલ્મોમાં જોવા મળી હતી, જેમાં ‘કલંક’ અને ફિલ્મ ‘ટોટલ ધમાલ’નો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

Shah Jina