બોલીવુડની ધકધક ગર્લને આ દિગ્ગજ અભિનેતા સાથે એક કિસિંગ સીન દરમિયાન થયો હતો કડવો અનુભવ, બેકાબુ બનેલા અભિનેતાએ હોઠ પર જ ભરી લીધું હતું બચકું

બોલ્ડ સીન દરમિયાન બેકાબુ થઇ ગયો હતો દિગ્ગજ અભિનેતા, કરડી લીધા હતા માધુરી દીક્ષિતના હોઠ અને પછી…

Madhuri Dixit Vinod Khanna Kissing Scene : ફિલ્મો અને વેબસીરીઝ જોવાનો શોખ તો દરેક વ્યક્તિને હોય છે. ત્યારે આજના સમયમાં ફિલ્મો અને વેબ સિરીઝમાં ઇન્ટીમેન્ટ સીનની પણ ભરમાર જોવા મળે છે. કલાકારોને ખુલ્લેઆમ રોમાન્સ કરતા પણ બતાવવામાં આવે છે. વળી આજે તો કેટલીક વેબ સિરીઝ અને ફિલ્મો એવી પણ આવી રહી છે કે પરિવાર સાથે બેસીને જોઈ પણ ના શકાય.

80 અને 90ના દાયકામાં આવું નહોતું.  પરંતુ એ સમયની એક ફિલ્મમાં એક સીન દરમિયાન માધુરીને એક દિગ્ગજ અભિનેતાનો કડવો અનુભવ થયો હતો. વર્ષ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દયાવાન’માં માધુરી દીક્ષિત અને વિનોદ ખન્ના પર એક હોટ કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો, જેની તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી.  બોલિવૂડમાં ધક-ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિત 80 અને 90ના દાયકાની જાણીતી અભિનેત્રી હતી.

માધુરીએ તેના સમયમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક 1988ની ફિલ્મ ‘દયાવાન’ હતી, જેમાં માધુરીની સાથે વિનોદ ખન્ના હતા. આ ફિલ્મમાં માધુરી અને વિનોદ ખન્નાના હોટ કિસિંગ સીન હતા, જેની તે સમયે ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, આ કિસિંગ સીન આપ્યા બાદ માધુરીને ખૂબ જ પસ્તાવો થયો હતો. વાસ્તવમાં 80ના દાયકામાં કિસિંગ સીન બહુ મોટી વાત હતી. એ દિવસોમાં ભાગ્યે જ કોઈ A ગ્રેડની અભિનેત્રી મોટા પડદા પર આવું સાહસ કરવાનું વિચારતી હશે.

આ દરમિયાન લોકોની હાર્ટથ્રોબ માધુરી દીક્ષિતે ફિલ્મ ‘દયાવાન’માં તેનાથી 20 વર્ષ મોટા વિનોદ ખન્ના સાથે કિસિંગ સીન આપ્યા બાદ હોબાળો મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સીન જોયા બાદ ઘણા લોકોએ માધુરીની ટીકા કરી હતી, જ્યારે માધુરીએ પોતે ફિલ્મ જોઈ ત્યારે તે સમજી ગઈ હતી કે ફિલ્મમાં આ સીનની ખરેખર કોઈ જરૂર નથી કારણ કે તેનાથી ફિલ્મમાં કોઈ વેલ્યુ એડ નથી થઈ રહી.

આ હોટ સીન શૂટ કર્યા બાદ માધુરી દીક્ષિતને ખૂબ જ પસ્તાવો થયો અને રડી પડી હતી. આટલું જ નહીં, તેણે ફિરોઝ ખાનની સામે તેને હટાવવા માટે આજીજી પણ કરી હતી, પરંતુ તે સીન હટાવવામાં આવ્યો નહોતો. એવું કહેવાય છે કે આ કિસિંગ સીન કરતી વખતે વિનોદ ખન્ના બેકાબૂ બની ગયા અને માધુરી દીક્ષિતના હોઠને બચકું પણ ભરી લીધું હતું.

બાદમાં વિનોદને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે માધુરીની માફી માંગી, પરંતુ માધુરી દીક્ષિતની ફિલ્મમાં ઈન્ટીમેટ સીન કરવા બદલ તેની ભારે ટીકા થઈ. એક ઈન્ટરવ્યુ દરમિયાન માધુરીએ કહ્યું હતું કે ‘દયાવાન’ ફિલ્મમાં તેણે કરેલા કિસિંગ સીન્સ માટે તેને આજે પણ પસ્તાવો છે.

Niraj Patel