જીવનશૈલી મનોરંજન

બોલીવુડની મનમોહિની માધુરી દીક્ષિત આ સુંદર સ્વર્ગ જેવા આશીયાનામાં રહે છે, જુઓ 10 તસ્વીરો

બોલીવુડની ધક ધક ગર્લ એટલે કે માધુરી દીક્ષિતનું નામ સફળ અને સુંદર અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે. આજે પણ માધુરીના કરોડો ચાહકો છે. આટલી ઉંમરે પણ યુવાન દેખાતી માધુરીની મુસ્કાન પર કરોડો યુવાનો ફિદા છે.

Image Source

માધુરી હવે ભાગ્યે જ ફિલ્મોમાં કામ કરે છે પણ તે સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે અને પોતાના પરિવાર સાથેની તસ્વીરો શેર કરતી રહે છે. માધુરી રિયાલિટી શો ને જજ કરતી પણ જોવા મળે છે.

Image Source

15 મૈં-1967 ના રોજ મુંબઈમાં જન્મેલી માધુરી બાળપણથી જ પોતાના માતા-પિતાની લાડ્લી હતી.  માધુરીએ વર્ષો સુધી બોલીવુડમાં રાજ કર્યું હતું, જેના પછી વર્ષ 1999 માં અમેરિકાના ડોક્ટર શ્રી રામ માધવ નેને સાથે લગ્ન કરીને અમેરિકા ચાલી ગઈ હતી.

Image Source

જો કે લગ્નના આઠ વર્ષ પછી તે ફરીથી મુંબઈ આવી ગઈ અને અહીં મુંબઈની એક આલીશાન ઇમારતમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. માધુરી અહીં પોતાના બંન્ને દીકરાઓ અને પતિ સાથે રહે છે. એવામાં આજે અમે તમને માધુરીના મુંબઈના આ આલીશાન ઘરની તસ્વીરો દેખાડીશું.

Image Source

ગણપતિ ઉત્સવ પર માધુરીએ પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી હતી, તસ્વીરમા માધુરી ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

Image Source

માધુરીની સૌથી પ્રિય જગ્યા છતનું ગાર્ડન છે. મોટાભાગે માધુરી અહીં સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે, અને છતના બગીચાની જાતે જ સાર સંભાળ કરે છે.

Image Source

છત પરથી મુંબઈ શહેરનો સુંદર નજારો જોઈ શકાય છે. જ્યા એક તરફ ઊંચી ઇમારતો તો બીજી તરફ સમુદ્રનો સુંદર નજારો પણ દેખાય છે.

Image Source

માધુરીના ઘરની છત ખુબ જ મોટી છે માટે તેણે ગાર્ડનમાં જાત જતના છોડ પણ વાવ્યા છે અને મોટાભાગે માધુરી અહીં મિત્રો અને પરિવારની સાથે પાર્ટી પણ કરે છે.

Image Source

માધુરીના ઘરની દીવાલો પર પેંટીંગ્સ અને તસ્વીરોને પણ ખાસ જગ્યા આપવામાં આવેલી છે. ઘરની દીવાલો સફેદ રંગની છે જેને લીધે અંદરનો નજારો એકદમ પ્રકાશિત લાગે છે.

Image Source

માધુરી કિચન ગાર્ડનનો પણ ખુબ શોખ રાખે છે, તેણે તેની ઘરની બાલ્કનીમાં શાકભાજીઓ પણ વાવેલા છે. આ સિવાય માધુરીએ એક કૂતરો પણ પાળી રાખ્યો છે, જેની સાથે તે સમય વિતાવે છે.