બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત માટે આ રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો. 12 માર્ચે સવારે 8:30 વાગ્યા આસપાસ અભિનેત્રીની માતા સ્નેહલતા દેશમુખનું 91 વર્ષની વયે નિધન થઇ ગયું. અભિનેત્રીએ વર્ષ 2022માં જ માતાના 90માં જન્મદિવસની ઉજવણી કરી હતી. રવિવારે જ સાંજે તેમના અંતિમ સંસ્કાર થયા જેમાં
બોલિવુડની ઘણી હસ્તીઓ હાજર રહી હતી.
માધુરી દીક્ષિત તેના પતિ ડો. શ્રીરામ નેને અને નાના પુત્ર રેયાન સાથે માતાની અંતિમ યાત્રામાં જોવા મળી હતી. પેપરાજી તેની એક ઝલક મેળવવા માટે કારની આજુબાજુ ફરતા રહ્યા અને આ દરમિયાન અભિનેત્રી હાથ જોડીને આગળ વધી રહી હતી. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે. માધુરી દીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિત છેલ્લા કેટલાક સમયથી પથારીવશ હતી અને તેવામાં રવિવાર 12 માર્ચે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના અંતિમ સંસ્કાર વર્લીના સ્મશાનભૂમિમાં થયા હતા. માધુકી દીક્ષિતની માતાના અંતિમ સંસ્કારમાં નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રા પણ જોવા મળ્યા હતા, જેમણે માધુરી દીક્ષિતની છેલ્લી ફિલ્મ ‘મજામા’ પ્રોડ્યુસ કરી હતી. આ સિવાય સેલિબ્રિટી મેક-અપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર પણ અભિનેત્રીના દુઃખમાં જોડાયો હતો. જણાવી દઇએ કે, સ્નેહલતા દેશમુખને એક સમયે હિન્દી સિનેમાની નંબર વન હિરોઈન માનવામાં આવતા.
રવિવારે બપોરે કડક સુરક્ષા વચ્ચે સ્નેહલતા દેશમુખના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન માટે પણ સામાન્ય લોકોને ઘરે જવાની મનાઈ હતી અને અંતિમ સંસ્કાર સમયે પણ એવા લોકો જ જઈ શકતા હતા જેમના નામ સુરક્ષા જવાનોને પહેલાથી જ આપવામાં આવ્યા હતા. આ કારણે માધુરી દીક્ષિતના તમામ ચાહકો ઈચ્છવા છતાં પણ તેમની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા ન હતા.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી માધુરી દીક્ષિતે જૂનમાં માતાના જન્મદિવસ પર એક ફોટો શેર કર્યો હતો અને આ સાથે કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘હેપ્પી બર્થડે આઈ! એવું કહેવાય છે કે માતા તેની પુત્રીની શ્રેષ્ઠ મિત્ર હોય છે. તે ખરેખર સાચુ છે. તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મને જે પાઠ શીખવ્યો છે તે મારા માટે તમારી સૌથી મોટી ભેટ છે. હું તમને સારા સ્વાસ્થ્ય અને સુખની કાના પાઠવું કરું છું.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, 13 સપ્ટેમ્બર 2013ના રોજ અભિનેત્રી માધુરી દીક્ષિતના પિતા શંકર દીક્ષિતનું પણ નિધન થયું હતું. કહેવાય છે કે દીકરી માટે માતાનો પડછાયો અને માતાનો સંગ હોવો ખૂબ જ જરૂરી છે. અભિનેત્રીની સફળતામાં તેની માતાએ તેને દરેક વળાંક પર સાથ આપ્યો છે. ફિલ્મના શૂટિંગથી લઈને કોઈપણ પાર્ટી અને ઈવેન્ટમાં તેની માતા પડછાયાની જેમ દરેક જગ્યાએ તેની સાથે રહેતી.
View this post on Instagram