બોલીવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત વિશે તો લોકો જાણે જ છે, પણ તેની બહેનો અને પરિવાર વિશે ખુબ ઓછા લોકોને જાણ હશે. માધુરી પોતાની બહેન સાથેની એક જૂની તસ્વીર શેર કરી હતી જેમાં બંન્ને શાળાની સ્પર્ધામાં ડાન્સ કરતી દેખાઈ રહી છે.

માધુરીનો જન્મ 15 મૈં 1967 ના રોજ મુંબઈમાં થયો હતો, અને તે આગળના 36 વર્ષોથી બોલીવુડમાં સક્રિય છે. માધુરીએ 1984 માં આવેલી ફિલ્મ ‘અબોધ’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી.

આ તસ્વીરમાં માધુરીને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે કે કોણ માધુરી છે અને કોણ તેની બહેન! એવામાં આજે અમે તમને માધુરીના પરિવાર વિશે જણાવીશું.

માધુરી અભિનેત્રી હોવાની સાથે સાથે એક બેસ્ટ ડાન્સર પણ છે. તે માત્ર 3 વર્ષની ઉંમરથી જ ડાન્સ શીખવા લાગી હતી.

માધુરીની બે મોટી બહેનો ભારતી અને રૂપા છે. આ સિવાય માધુરીનો એક ભાઈ પણ છે જેનું નામ અજિત દીક્ષિત છે. માધુરીનું સ્ટારડમ એટલું વધારે રહ્યું છે કે, તેના પરિવાર વિશે લોકોને ખાસ જાણકારી નથી.

માધુરીની જેમ જ તેની બહેનો પણ ટ્રેન્ડ કથક ડાંસર છે. કહેવામાં આવે છે કે માધુરીને અભિનેત્રી બનાવવા માટે રૂપા અને ભારતીએ બોલીવુડમાં આવવાનું વિચાર્યું જ ન હતું. જો કે બંન્ને બહેનો સારી રીતે સેટલ છે.

માધુરીના પિતાનું નામ શંકર દીક્ષિત અને માતાનું નામ સ્નેહલતા દીક્ષિત છે. મધુરીના પિતા વ્યવસાયથી એક એન્જીનીયર છે અને તેની પોતાની ફેક્ટરી હતી. સપ્ટેમ્બર 2013 માં 91 વર્ષની ઉંમરમાં તેનું નિધન થઇ ગયું હતું.

80 અને 90 ના દશકની ટોપ અભિનેત્રી રહેલી માધુરીએ વર્ષ 1999 માં લૉસ એન્જીલીસ કેલિફોર્નિયાના કાર્ડિયોવૅસ્ક્યુલર સર્જન શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા.

માધુરીના લગ્નમાં દિલીપ કુમાર, સાયરા બાનો, શ્રીદેવી, બોની કપૂર, અમરીશ પુરી, પ્રેમ ચોપરા, નમ્રતા શિરોડકર સહીત અનેક જાણીતી હસ્તીઓ શામિલ થઇ હતી.

માધુરી અને શ્રીરામ નેનેના બે દીકરાઓ અરિન અને રિયાન છે.