માધુરી દીક્ષિતે ખરીદી એવી શાનદાર સ્પોર્ટ્સ કાર કે ઇન્ટરનેટ પર મચી ગયો હાહાકાર…જાણીને તમે પણ કહેશો…”શોખ તો આના જ છે..” જુઓ તસવીરો

બોલીવુડની ધકધક ગર્લ માધુરીએ ખરીદી કરોડો રૂપિયાની આ શાનદાર સ્પોર્ટ્સ કાર, ફીચર્સ જાણીને તો તમારા પણ હોંશ ઉડી જશે…

બોલીવુડના સિતારાઓ હંમેશા તેમના વૈભવી શોખને લઈને ચર્ચામાં રહેતા હોય છે. સેલેબ્સના જીવન સાથે જોડાયેલી બાબતો પર ચાહકો નજર ટેકવીને બેઠા હોય છે. ત્યારે સેલેબ્સ ઘણીવાર પોતાના માટે કોઈ લક્ઝુરિયસ કાર ખરીદે તો પણ ચાહકો ખુશ ખુશાલ થઇ જતા હોય છે અને તેમની લાખો કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કારની તસવીરો જોવા આતુર પણ બનતા હોય છે.

ત્યારે હાલમાં જ બૉલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતે પોતાના માટે એક શાનદાર કાર ખરીદી છે. માધુરી દીક્ષિત પોતાની સ્ટાઈલ માટે જ ફેમસ નથી, પરંતુ લોકો તેની સુંદરતાના વખાણ પણ કરે છે. માધુરી દીક્ષિત અવારનવાર લોકોમાં એક યા બીજા કારણોસર ચર્ચાનો વિષય બની રહે છે. ક્યારેક તે પોતાની ફિલ્મ માટે તો ક્યારેક તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં માધુરીની આટલી બધી ચર્ચા થવાનું કારણ તેની 3 કરોડ રૂપિયાની મોંઘી કાર છે. માધુરી દીક્ષિતે પોર્શે 911 ટર્બો એસ મોડલની લક્ઝુરિયસ કાર ખરીદી હોવાની ખબર સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને તેના પતિ ડૉ. શ્રીરામ નેને સ્પોર્ટ્સ કાર ચલાવતા જોવા મળી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલે પોર્શેમાંથી એક સૌથી ઝડપી સ્પોર્ટ્સ કાર ખરીદી છે. આ કારની કિંમત લગભગ 3.8 કરોડ રૂપિયા છે. માહિતી અનુસાર સિલ્વર મેટ કલરમાં આ કારની ટોપ સ્પીડ 330 kmph છે. તે પોર્શની સૌથી મોંઘી કારમાંથી એક છે. માધુરી દીક્ષિત અને તેમના પતિ ડૉક્ટર શ્રીરામ નેને બંને મુંબઈના રસ્તાઓ પર તેમની કાર સવારીનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર માધુરી દીક્ષિતે આ મોંઘી કાર પોતાને ગિફ્ટ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ડૉક્ટર શ્રીરામ નેને આ લક્ઝુરિયસ કાર ચલાવતા જોવા મળ્યા હતા. અને તેની બાજુની સીટ પર તેની પત્ની માધુરી દીક્ષિત બેઠી હતી.

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિતની આ મોંઘી કાર સૌથી ઝડપી વાહનોમાંથી એક છે, જેમાં 3.8 લીટર, ટ્વિન ટર્બો ચાર્જ્ડ 6 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 641 bhp પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કાર 2.6 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.

Niraj Patel