બોલીવુડની ‘ધક ધક’ ગર્લ એટલે કે અભિનેત્રી માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન 17 વર્ષનો થઇ ચુક્યો છે. 17 માર્ચ, 2003 ના રોજ જન્મેલા અરિને પોતાના જન્મદિસવના મૌકા પર માધુરી સાથેની તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં માં-દીકરો બંને સુંદર વાદીઓમાં ફરી રહેલા દેખાઈ રહ્યા છે. માધુરીના નાના દીકરાનું નામ રેયાન છે.

માધુરીએ 17 ઓક્ટોબર 1999 ના રોજ લૉસ એન્જલિસ, કેલિફોર્નિયાના કાર્ડિયોવેસ્કુલર સર્જન શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા, નેને મરાઠી બ્રાહ્મણ પરિવારતાથી આવે છે, લગ્ન પછી 10 વર્ષ સુધી માધુરી અમેરિકામાં જ રહી હતી જો કે વર્ષ 2011 માં તે પરિવાર સાથ ભારત પાછી આવી ગઈ હતી.

21 વર્ષ પહેલા થયેલા લગ્નમાં બોલીવુડના અભિનેતા દિલીપ કુમાર, તેની પત્ની અને અભિનેત્રી સાયરા બાનો, શ્રીદેવી, બોની કપૂર, અમરીશ પુરી, પ્રેમ ચોપરા, નમ્રતા શિરોડકર સહિત ઘણા જાણીતા કિરદારોએ હાજરી આપી હતી.

જણાવી દઈએ કે 17 વર્ષનો અરિન પોતાના અપિતા શ્રીરામ ઈનેંનેન કાર્બન કૉપી જ લાગે છે. હાઈટ-પર્સનાલિટી અને તેની ચાલઢાલ બધું જ તેના પિતાને મળતું આવે છે.

લગ્નના 4 વર્ષ પછી વર્ષ 2003 માં માધુરીએ મોટા દીકરા અરિનને જન્મ આપ્યો હતો. અરિનના જન્મના બે વર્ષ પછી વર્ષ 2005 માં માધુરીએ નાના દીકરા રેયાનને જન્મ આપ્યો હતો.

માધુરીનો નાનો દીકરો રેયાન હાલ મુંબઈની ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરી રહ્યો છે. રેયાનને પોતાની માં ની જેમ ડાન્સ કરવો ખુબ જ પસંદ છે.

80 અને 90 ના દશકમાં બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંની એક માધુરીએ વર્ષ 1984 માં પ્રદર્શિત ફિલ્મ ‘અબોધ’ દ્વારા ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

જો કે તેને પહેલી કામિયાબી 8 વર્ષ પછી આવેલી ફિલ્મ ‘તેજાબ’ દ્વારા મળી હતી. આ ફિલ્મની સફળતા પછી માધુરીની સામે હિટ ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી.

માધુરીએ માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું મન બનાવી લીધું હતું. તેણે કથક કલાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી, જેના પછી તે એક ટ્રેન્ડ પ્રોફેશનલ કથક ડાન્સર બની ગઈ.

જો કે શરૂઆતમાં માધુરી અભિનેત્રી નહિ પણ એક માઈક્રોબાયોલોજીસ્ટ બનવા માગતી હતી, પણ ભાગ્ય તેને બૉલીવુડ તરફ લઇ ગયું અને તે એક કામિયાબ અભિનેત્રી બની ગઈ.

માધુરીએ પોતાની કારકિર્દીમાં તેજાબ, રામ લખન, પરિંદા, સાજન, બેટા, ખલનાયક, હમ આપકે હૈં કોન, દિલ તો પાગલ હૈં, મૃત્યુદંડ, દેવદાસ જેવી અનેક હિટ ફિલ્મો આપી છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.