મનોરંજન

ઐશ્વર્યા રાઈની પ્રેગ્નેન્સીની ખબર પડતા જ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા આ ડાઈરેકટર, કહ્યું-આજે પણ થાય છે દુઃખ

બોલીવુડના ડાયરેક્ટર મધુર ભંડારકરે આગળની 26 ઓગસ્ટના રોજ પોતાના જન્મદિસવની ઉજવણી કરી છે. જણાવી દઈએ કે મધુર ભંડારકરે બોલીવુડને ફૈશન, પેજ-3 અને હિરોઈન જેવી હિટ ફિલ્મો આપી છે. એવામાં આજે અમે તમને વર્ષ 2011 નો ઐશ્વર્યા સારી સાથેનો મધુરજીનો કિસ્સો જણાવીશું, જ્યારે ઐશને લીધે મધુરજી ડિપ્રેશનમા ચાલ્યા ગયા હતા.

વાત કંઈક એવી છે કે મધુર અને ઐશ સાથે ફિલ્મ બનાવવા જઈ રહયા હતા. મધુરે ઐશની સાથે પોતાનો ડ્રિમ પ્રોજેક્ટ સાઈન કર્યો હતો જે ફિલ્મ હતી ‘હિરોઈન’.  મધુરજી માટે આ ફિલ્મ માટે પહેલી પસંદ ઐશ્વર્યા રાઈ હતી. ઐશે ફિલ્મ તો સાઈન કરી લીધી પણ તે સમયે એકે વાત પણ મધુરજીથી છુપાવી હતી.

Image Source

ઐશે ફિલ્મ સાઈન કરવાના સમયે મધુરજીને જણાવ્યું ન હતું કે પોતે પ્રેગ્નેન્ટ છે. મધુરજીએ આ ફિલ્મ બનાવતા પહેલા દોઢ વર્ષ સુધી ફિલ્મ પર રિસર્ચ કર્યું હતું. જે મધુરજીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતો. મધુરજી માટે આ કોઈ નાની ફિલ્મ ન હતી જે માત્ર બે જ લોકેશનમાં શૂટ થઇ જાય, ફિલ્મ માટે મધુરજીએ 40 લોકેશન ફાઇનલ કર્યા હતા.

 

View this post on Instagram

 

✨💖Thank you for All your Love 💖 ✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

પણ જ્યારે મધુરજીને આ વાતની ખબર પડી તો તે નારાજ થયા હતા અને તેમણે ઐશને ફીલ્મામાંથી બાકાત કરી નાખી હતી. મધુરજીએ કહ્યું કે,”ફિલ્મમાં એવા સીન હતા જે કોઈપણ વ્યક્તિના મગજ પર ઊંડી અસર કરી શકે તેમ હતા. ફિલ્મની આઠ દિવસની શૂટિંગ થઇ ચુકી હતી ત્યારે જ મારા ઓપ્પોઝીટ ડાયરેક્ટર એક અભિનેત્રી સાથે રિહર્સલ કરી રહયા હતા અને તે સ્લીપ થઈને નીચે પડી ગઈ અને તેને ઇજા પણ થઇ. આજે જ્યારે હું ઐશને જોવ છું તો મને ખુબ દુઃખ થાય છે”.

Image Source

”મને લાગે છે કે જો તેની જગ્યાએ ઐશ હોત અને તે પડી જાત,અને ઇજા થાત તો જીવનભર મને પોતાને જ માફ કરી શકુ તેમ ન હતો. ફિલ્મમાં અભિનેત્રીને સ્મોકિંગ પણ કરવાનું હતું પણ પ્રેગ્નેન્ટ મહિલા માટે સ્મોકિંગ કરવું ઠીક ન હતું”.

સિવાય ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ હતી જે પ્રેગ્નેન્ટ મહિલાને નુકસાન પહોંચાડી શકે તેમ હતી. જ્યારે ઐશના પ્રેગ્નેન્સીના ચાર મહિના થયા ત્યારે મને તેની ખબર પડી હતી. આ ફિલ્મની ઘોષણા કાંસ ફેસ્ટિવલમાં પણ થઇ હતી”.

મધુરજીએ આગળ કહ્યું કે,”અમે કેમેરાની સામે પ્રેગ્નેન્ટ મહિલાને દેખાડી શકીયે તેમ ન હતા. અમે કોન્ટ્રેક્ટ પૂરો કર્યો અને તેને લીધે હું ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. હું આઠ દિવસ સુધી ઓફિસ પણ ગયો ન હતો”.જણાવી દઈએ કે ઐશ્વર્યા રાઈ પછી આ ફિલ્મમાં અભિનેત્રી કરીના કપૂરે કામ કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks