કૌશલ બારડ ખેલ જગત લેખકની કલમે

નથી રહ્યા હવે પૂર્વ દિગ્ગજ ઓપનર બોલર, હૃદય હુમલામાં થયું નિધન- વાંચો સમગ્ર અહેવાલ

“સર સાથે મારી કેટલીક સોનેરી સ્મૃતિઓ જોડાયેલી છે. હું જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે શિવાજી પાર્કમાં એમની સાથે રમ્યો હતો. મને એ સમય પણ યાદ છે જ્યારે હું ૧૫ વર્ષનો હતો, ત્યારે તેમણે અને ડુંગરપુર સરે મને સીસીઆઈ માટે રમવા દીધો હતો. એમણે હંમેશા મારું સમર્થન કર્યું. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.”

ઉપરનું મથાળું સચિન તેંડુલકરે ટ્વીટર પર કરેલ ટ્વીટનું છે. જે વ્યક્તિ માટે છે એનું નામ છે : માધવ આપ્ટે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સલામી બેટ્સમેન માધવ આપ્ટેનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રવિવારની સવારે નિધન થયું છે.

માધવ આપ્ટે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સદાય માટે યાદ ન રહે તેવી ગણનાપાત્ર કરિયર ભલે ન ધરાવતા હોય પણ જેટલું ક્રિકેટ રમ્યા એ ખરેખર દમામદાર હતું! ૧૯૫૨-૫૩ના સમયગાળા દરમિયાન એમણે ભારતીય ટેસ્ટ ટીમ માટે ૭ મેચો રમીને ૫૪૨ રન બનાવ્યા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. ૪૯.૨૭ની રનરેટ સાથે તેમણે આ રન બનાવ્યા હતા.

Image Source

માધવ આપ્ટેએ ૬૭ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી હતી. જેમાં ૬ શતક અને ૧૬ અર્ધ-શતકની મદદથી ૩,૩૩૬ રન બનાવ્યા હતા. વિનૂ માંકડની કોચિંગમાં લેગ સ્પીન શિખેલા માધવ આપ્ટેની વિશેષ સિધ્ધી એ ગણાવી શકાય કે, તેમણે ઓવલમાં ક્રિકેટજગતના ભીષ્મ પિતામહ ડોન બ્રેડમેનને અંતિમ ઇનિંગમાં ૧૦૦ની રનરેટ જાળવી રાખતા રોક્યા હતા.

Image Source

માધવ આપ્ટે વિશેનો વધારે ઉલ્લેખ એ પણ છે, કે તેઓ ૧૯૮૯માં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ બન્યા હતા. લિજેન્ડ ક્લબના ચીફ તરીકે રહેવાનું સૌભાગ્ય પણ તેમને પ્રાપ્ત થયું હતું. ૮૬ વર્ષની જૈફ વયે માધવ આપ્ટેનું મુંબઈમાં નિધન થયું એ પછી ક્રિકેટના દિગ્ગજોએ તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પી છે.

વિનોદ કાંબલીએ કહ્યું કે, “મને બાળપણથી જ માધ્વ આપ્ટે સરે ક્રિકેટ શીખવાડ્યું છે. તેઓ હંમેશા મને આગળ વધવા માટે પ્રેરણા આપતા રહ્યા. હું અને મારા પિતા બંને તેમની પાસેથી ક્રિકેટ શીખ્યા છીએ. એમનાં નિધનના સમાચારા સાંભળ્યા બાદ મારી પાસે શબ્દો નથી.”

Image Source

આ ઉપરાંત વસીમ જાફર, મોહમ્મદ કૈફ અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા પણ ટ્વીટર પર માધવ આપ્ટેને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી છે.
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.