આ ખેડૂતોનો આ ગજબનો જુગાડ જોઈને તમે પણ તમારા હોશ ખોઈ બેસસો, ખેતરમાં ખેતી કરવા માટે બાઇકને જ બનાવી દીધું હળ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં  રોજ ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે, વાયરલ વીડિયોમાં ઘણા વીડિયો દેશી જુગાડના પણ હોય છે અને ઘણીવાર એવા એવા જુગાડ જોવા મળતા હોય છે જેને જોઈને આપણી પણ અક્કલ કામ કરવાની બંધ કરી દે. આજે દરેક સમસ્ય માટે કોઈને કોઈ જુગાડ જરૂર મળી જાય છે, ત્યારે ખેતીને લઈને પણ ઘણા જુગાડુ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ખેતરમાં હાજર છે. જ્યાં ખેડાણની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ વખતે સામાન્ય હળથી નહીં પરંતુ ખાસ પ્રકારના હળથી ખેડાણ કરવામાં આવી રહ્યું છે. વળી, આ વખતે ખેતરમાં બળદ કે ટ્રેક્ટરથી નહીં પણ બાઇકથી ખેડાણ કરવામાં આવી રહ્યું છે.

આ વ્યક્તિએ બાઇકને હળમાં ફેરવી દીધી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિએ બાઇકના પાછળના વ્હીલનું કાઢી નાખ્યું છે. તે ખાલી પૈડું જ ફરે છે. વ્હીલ પાછળ પણ તેણે એક નાનું હળ મૂક્યું છે. જેવી વ્યક્તિ બાઇક સ્ટાર્ટ કરે છે કે તરત જ ખેતીકામ શરૂ થાય છે. તે બાઇક પર લગાવેલા હળ વડે આરામથી ખેતર ખેડતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Techzexpress (@techzexpress)

સોશિયલ મીડિયામાં આ દેશી જુગાડના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ થયેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને દેશી જુગાડની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટમાં કહી રહ્યા છે કે આવા જુગાડના કારણે ખેતરનું કામ ખુબ જ સરળતાથી થઇ શકે છે.

Niraj Patel