મનોરંજન મૂવી રીવ્યુ

‘મેડ ઇન ચાઇના’ રીવ્યુ: સેક્સના ટૉપિક પર બનેલી ફિલ્મ મેડ ઇન ચાઇના કેવી છે, જોજો ક્યાંક ટિકિટના રૂપિયા પડી ન જાય વાંચો રીવ્યુ

સેક્સ અને એન્ટરપ્રિન્યોરશીપ જેવા રેર વિષયોના કોમ્બિનેશન સાથે બનેલી ફિલ્મ એટલે, મેડ ઇન ચાઇના!

હાય ધેર, તમે જોઈ રહ્યા છો, ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ. ગુજ્જુ સબ્જેક્ટ, ગુજ્જુ એક્સેન્ટ, ગુજ્જુ એક્ટર્સ, ગુજ્જુ રાઇટર્સ, ગુજ્જુ મ્યુઝિયન્સ, ગુજ્જુ બિઝનેસ આઇડિયાઝ અને આપણું અમદાવાદ! નેશનલ બેસ્ટ સેલિંગ રાઇટર પરિંદા જોશી લિખિત બૂક ‘મેડ ઇન ચાઇના’ પરથી આ ફિલ્મ બની છે. જેની સ્ક્રિપ્ટ પણ પરિંદા જોશી ઉપરાંત ફિલ્મ-રાઇટર નિરેન ભટ્ટે લખી છે.

અમદાવાદમાં રહેતો રઘુ એકેએ રાજકુમાર રાવ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર બનવા માંગે છે, પરંતુ તેના બિઝનેસ આઇડિયાઝ નિષ્ફળ જ થતાં હોય છે. એવામાં ચીનની ટૂર મારી આવ્યા બાદ તેના મગજમાં સેક્સ-બૂસ્ટિંગ સૂપનો આઇડિયા ચમકે છે અને તે પોતાની વિકસાવેલી અવનવી ટેક્નિકથી મેજિક સૂપમાં નામે તેને બજારમાં વેચવાનું શરૂ કરે છે.

હાઉસફુલની માફક અહીંયા પણ કોમેડી છે, પરંતુ એ વધારે બેટર અને લોજિકલ છે. સેક્સ જેવા સબ્જેક્ટ પર વાત કરવી જ્યાં ટેબૂ ગણવામાં આવે છે, એને એન્ટરપ્રિન્યોરશીપના આઇડિયા સાથે મિક્સ કરીને ઇન્ડિયન ઓડિયન્સને પીરસવાનો ફિલ્મ-મેકર્સનો પ્રયાસ સરાહનીય છે. પ્રોડ્યુસર દિનેશ વિજનના બેનર હેઠળ સક્સેસફુલ ફિલ્મો આપી ચૂકેલા રાજકુમાર રાવ સહિતના પુષ્કળ કલાકારો ફિલ્મમાં છે. સંજય ગોરડિયા, ગજરાજ રાવ, મનોજ જોશી, સુમિત વ્યાસ, મીર હનીફ, મનન દેસાઈ, ઓજસ રાવલ, અમાયરા દસ્તુર અને બોમન ઇરાની જેવા કલાકારોનો અહીં કાફલો છે. જે ગુજ્જુ ઓડિયન્સને પોતાપણું ફીલ કરાવે છે. નાગિન એક્ટ્રેસ મૌની રોય પોતાની બ્યુટી અને એક્ટિંગના ચાર્મ પાથરવામાં સફળ રહી છે, પરંતુ ગુજરાતી પત્ની તરીકેના કિરદારને જોઈએ એટલો ન્યાય નથી આપી શકી.

એક ફરિયાદ એ છે કે ફિલ્મને પોતાના મૂળ કોન્સેપ્ટ સુધી પહોંચાડવામાં રાઇટર્સ પાછા પડ્યા છે. ઇન્ટરવલ સુધી વાર્તા ખેંચાય છે અને સેકન્ડ હાફમાં પાટા પર ચડે છે. ડિરેક્ટર મિખિલ મુસલેએ અમદાવાદી કલ્ચરની બ્યુટી બહુ જ સારી રીતે દેખાડી છે. સચીન-જીગરના ગીતો સાંભળવા ગમે એવા છે, ખાસ કરીને સનેડો! ‘મેળેથી મારી હાટુ કંઈક લાવજે મારા વાલીડા’ લોકગીતો ફિલ્મના મ્યુઝિકને ચાર ચાંદ લગાવે છે.

ફિલ્મના ક્લાયમેક્સમાં બોમન ઇરાનીનો એક ઈફેક્ટિવ મોનોલોગ છે, તેઓ કહે છે : આપણને સેક્સ સામે વાંધો નથી, પરંતુ એ શબ્દ સામે ચીડ છે! અમથા કંઈ ભારતની વસ્તી ૧૩૦ કરોડના આંકડાને પાર કરી ગઈ હોય એ કેવી રીતે શક્ય છે? પોતાની બેડરૂમ-લાઇફથી પરેશાન ઘણા પુરૂષો આપણી આજુબાજુ છે, પણ તેઓ પોતાની વાત કરતા ડરે છે, કારણકે સેક્સ શબ્દને આપણે અછૂત બનાવી દીધો છે.

એકવીસમી સદીના સમાજમાં સેક્સ-એજ્યુકેશનની જરૂરિયાત હોવા છતાં સામાજિક બેડીમાં જકડાઈને સંકુચિત મગજ ધરાવતા ભારતીય પરિવારો માટે ‘મેડ ઇન ચાઇના’ એક જોવાલાયક ફિલ્મ છે.

સો, આઇ એમ ગોઈંગ વિથ ૩ આઉટ ઓફ 5 સ્ટાર્સ ફોર ‘મેડ ઇન ચાઇના’.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.