ખબર

કવોરેન્ટાઇન સેન્ટરમાં મહિલા સાથે થયો અભદ્ર વ્યવહાર, નહાતી વખતે બનાવ્યો વિડીયો અને પછી મચ્યો હડકંપ

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો હજુ વ્યાપેલો જ છે અને આ સમય દરમિયાન બીજા રાજ્યમાં અને શહેરમાં કામ કરવા ગયેલા મજૂરો અને બીજા પણ ઘણા લોકો પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા છે. આ લોકોના કારણે બીજા લોકોને પણ વાયરસનો ચેપ ના લાગે તેના માટે બહારથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા છે અને 14 દિવસ સુધી એ લોકોને આ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવે છે.

Image Source

આ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં જ એક ઘટના બની છે જેને જાણીને સૌ કોઈ હેરાન છે. આ ઘટના બની છે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં, જ્યાં ક્વોરેન્ટાઇન સેન્ટમાં રહેતી એક 23 વર્ષની મહિલાનો નહતી વખતે બે યુવકોએ વિડીયો બનાવી લીધો અને વિડીયો બનવી એ મહિલાને વીડિયોને વાયરલ કરી દેવાની ધમકી આપવા લાગ્યા.

આ ઘટના મંગળવારના રોજ બનેલી છે જ્યાં બહારથી આવેલી મહિલાને ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી અને જયારે આ મહિલા નાહવા માટે ગઈ ત્યારે બે યુવકોએ તેનો વિડીયો બનાવી લીધો હતો. મહિલાએ વિડીયો બનાવનાર એ બંને યુવકોને જોઈ લીધા હતા અને પછી તે બૂમો પાડવા લાગી હતી, ત્યારે બંને યુવકો ભાગી ગયા હતા.

Image Source

આ ઘટના બાદ મહિલાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે બંને આરોપીઓને પકડી પણ લીધા હતા. મહિલાના જણાવ્યા અનુસાર આ બંને યુવકો તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવાની માંગણી પણ કરતા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.