અનુપમા : વનરાજ અને કાવ્યાની રોમેન્ટિક કેમેસ્ટ્રી પર સામે આવ્યું કાવ્યાના રિયલ પતિનું રિએક્શન- જાણો

જયારે કાવ્યા અને વનરાજ ખુબ રોમાન્સ કરતા હોય ત્યારે અસલી પતિની કેવી હાલત થઇ જાય છે? ખુલ્યું મોટું રાઝ

ટીવીની પોપ્યુલર ધારાવાહિક બની ચૂકેલી અનુપમા હાલમાં છેલ્લા કેટલાક સમયથી તેના ટ્વીસ્ટ અને તેની કહાનીના વળાંકને કારણે ટીઆરપી લિસ્ટમાં ટોપ પર પોતાની જગ્યા હાંસિલ કરે છે. આ ઘારાવાહિકમાં અવાર નવાર નવા ટ્વીસ્ટ આવતા હોય છે. હાલ શોની કહાની કાવ્યા-વનરાજ, અનુપમા-અનુજના સંબંધને લઇને આગળ વધી રહી છે, ત્યારે હાલમાં ઘણા ટ્વીસ્ટ શોમાં આવવાના છે અને કાવ્યા તેનું અસલી રૂપ હવે શાહ પરિવારને બતાવવાની છે.

કાવ્યાએ આ શોમાં એન્ટ્રીને લઇને થોડા સમય પહેલા વાતચીત કરી હતી, તેણે કહ્યુ હતુ કે અનુપમા શો પહેલા પણ તેને ઘણા ટીવી શોની ઓફર મળી હતી પરંતુ તેણે વિચારવામાં ઘણો સમય લીધો, પરંતુ અનુપમા રાજન શાહીનો શો હોવાથી તેણે હા પાડી દીધી હતી. રાજન શાહી તેના પરિવાર જેવા છે અને તેની માતાએ પહેલા તેમની સાથે કામ પણ કર્યુ છે.

અનુપમામાં કાવ્યાનો રોલ અભિનેત્રી મદાલસા શર્મા પ્લે કરી રહી છે. જે બોલિવુડના જાણિતા અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ છે. મદાલસા શર્માએ મિથુન ચક્રવર્તી અને યોગીતા બાલીના દીકરા અભિનેતા મિમોહ ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, તેનો આખો પરિવાર શો જુએ છે. તેનો પતિ પણ આ શો જુએ છે.

પરિવારના સભ્યો ઘણીવાર તેની સાથે એવી વાતો ડિસ્કસ કરે છે તે કયાંક વધુ સારુ કરી શકતી હતી. તેઓ આ બાબતે તેને સલાહ આપતા હોય છે. મદાલસાની માતા એક દિગ્ગજ અભિનેત્રી છે.  તેઓ પણ ઘણીવાર મદાલસાને સૂચનો આપતા હોય છે. મિમોહ પહેલા આવા સિરિયલ જોતા ન હતા, પરંતુ તે આ શો જુએ છે. મદાલસા કહે છે કે મિમોહને તેના અને વનરાજની કેમેસ્ટ્રી પસંદ છે.  તે બંને જયારે રોમાન્સ કરતા હોય છે ત્યારે તેમની કેમેસ્ટ્રી સારી લાગે છે તેવું મિમોહનું કહેવુ છે.

YC