મિથુન ચક્રવર્તીની વહુ પુલમાં ચિલ કરતી નજરે પડી, તસવીરોમાં જોવા મળ્યો મદાલસા શર્માનો ગ્લેમરસ અંદાજ

મિથુન ચક્રવર્તીની વહુ બેટાએ સ્વિમિંગ પુલમાં ઉતરીને દેખાડ્યો હુસ્નનો જાદુ, ઉફ્ફ્ફ્ફ જુઓ

બોલિવુડના મશહૂર અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી અભિનેત્રી મદાલસા શર્મા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સ્ટાર પ્લસ ધારાવાહિક ‘અનુપમા’માં કાવ્યાનો રોલ પ્લે કરનાર અભિનેત્રી મદાલસા શર્માએ તેના અભિનયથી લોકોનું દિલ જીતી લીધુ છે અને એટલું જ નહિ ચાહકો તેની સ્ટાઇલના પણ દીવાના છે.

Image source

મદાલસા શર્માની હાલ સ્વિમિંગ પુલની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીર સિંગાપુરના મરીના બેની છે. જયાં મરીના બે પર મદાલસા પુલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે.

Image source

મદાલસાની તસવીરમાં તેનો હોટ અને બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે જે ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તેણે ગોગલ્સ કેરી કર્યા છે અને સ્વિમિંગ પુલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

મદાલસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અવાર-નવાર શેર કરતી રહેે છે. તે તેની તસવીરોથી સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહે છે.

તમને જણાવી દઇએ કે, મદાલસા શર્મા અભિનેત્રી શીલા શર્મા અને નિર્માતા તેમજ નિર્દેશક સુભાષ શર્માની દીકરી છે. તેણે વર્ષ 2009માં તેલૂગુ ફિલ્મ “ફિટિંગ”થી અભિનયની દુનિયામાં ડેબ્યુ કર્યુ હતું. આ ઉપરાંત તેણે કન્નડ ફિલ્મ “શોર્ય’માં પણ કામ કર્યુ છે.

Image source

મદાલસા શર્માએ વર્ષ 2018માં મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ઉર્ફે મિમોહ ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા. મદાલસા અભિનય સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. વધારે તસવીરોમાં તે પુલમાં એન્જોય કરતી જોવા મળે છે.

મદાલસા ખૂબ જ સુંદર છે અને તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર કો-સ્ટાર સાથે પણ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

Shah Jina