મનોરંજન

મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માએ લગાવ્યો ગ્લેમરનો તડકો, તસ્વીરો થઇ વાયરલ

બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માની સુંદરતા કોઈ અભિનેત્રીથી કમ નથી. 10 જુલાઈ 2018 ના રોજ મિથુનના મોટા દીકરા મહાક્ષય ચક્રવર્તીના લગ્ન એક જમાનાની અભિનેત્રી શીલા શર્માની દીકરી મદાલસા શર્મા સાથે થયા છે.

Image Source

બંન્નેના લગ્નનું ભવ્ય આયોજન ઉટીની દ મોનાર્ક હોટેલમાં કરવામાં આવ્યું હતું. પોતાની માં ની જેમ મદલાસા પણ ખુબ જ સુંદર છે. મદાલસા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસ્વીરો શેર કરતી રહે છે. લગ્નની ખબરો સામે આવ્યા છતાં પણ બંન્નેએ પોતાનો સંબંધ દુનિયાથી છુપાવીને રાખ્યો હતો.

Image Source

મદાલસા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની હોટ તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ મદાલસાએ ફરીથી એક નવી તસ્વીર શેર કરી છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.

Image Source

વાયરલ તસ્વીરમાં મદાલસાએ લાલ રંગનો ડ્રેસ પહેરી રાખ્યો છે અને કાતિલાના પોઝ આપી રહી છે. ચાહકોને મદાલસાની આ તસ્વીર ખુબ પસંદ આવી રહી છે અને ખુબ પ્રશંસા પણ કરી રહ્યા છે. જો કે મદાલસા અવાર-નવાર પોતાની હોટ તસ્વીરો શેર કરતી જ રહે છે.

Image Source

હાલના દિવસમોમાં મદાલસા ટીવી શો અનુપમામાં જોવા મળી રહી છે. શો માં મદાલસા કાવ્યા ઝવેરીનો કિરદાર નિભાવી રહી છે. શો માં મદાલસાના અભિનયને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Image Source

મદાલસા ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વર્ષ 2009 માં તેણે તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ’ થી ડેબ્યુ કર્યું હતું તેના સિવાય તે કન્નડ ફિલ્મ શૌર્યમાં પણ કામ કરી ચુકી છે.

Image Source

મદાલસાની પહેલી હિન્દી ફિલ્મ ‘દો પલ પ્યાર કે’ 20818 માં રિલીઝ થઇ હતી. ફિલ્મની ઇવેન્ટ સીંગર બપ્પી લહરીના ઘરે રાખવામાં આવી હતી. ઇવેન્ટમાં ફરાહ ખાન પણ હાજર રહી હતી અને મીડિયાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Image Source

જણાવી દઈએ કે મદાલસાના પતિ મહાક્ષય પર એક મહિલા પર દુષ્કર્મ, જબરદસ્તી ગર્ભપાત અને ધોખાગિરી કરવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપ મહાક્ષય પર પહેલા પણ લાગી ચુક્યો છે. આ બાબત વિશે મદાલસાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ વાતમાં કોઈ જ હકીકત નથી અને તેને આ વિશે કઈ જ ખબર નથી.