મનોરંજન

મિથુન ચક્રવર્તીની વહુ રજાઓ મનાવવા માટે પહોંચી માલદીવ, શેર કરી એકથી એક અફલાતૂન તસવીરો

સમુદ્રની અંદર ચીલ કરતી નજર આવી મિથુન ચક્રવર્તીની વહુ, કમાંથી રજા લઈને વેકેશન માણવા પોહોચી માલદીવ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલી રહે છે. આ દિવસોમાં તે સ્ટાર પ્લસ ઉપર આવનારા શો “અનુપમા”માં કાવ્ય ઝવેરીનું પાત્ર નિભાવી રહી છે.

ટીવી ઉપરાંત મદાલસા પોતાની સ્ટાઇલ અને અદાકારીથી લોકોનું દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખતી. હાલમાં જ મદાલસાની બીચ ફોટો ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તે દરિયાની અંદર પોઝ આપતી જોવા મળી રહી છે. માલદીવની અંદર રજાઓ માણતી મદાલસાનો આ અંદાજ જોવા જેવો છે. સોશિયલ મીડિયામાં પણ મદાલસાની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે, ચાહકો પણ તેમાં ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

આ તસ્વીરોને હજારો લોકોએ લાઈક કરી છે. આ તસ્વીરોમાં મદાલસા પુલની અંદર પોઝ આપતી તો ક્યારેક પગથિયાં ઉપર ઉભેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત એક તસ્વીરની અંદર મદાલસા સફેદ શર્ટની અંદર પણ જોવા મળી રહી છે. આ બધી જ તસ્વીરોમાં મિથુન ચક્રવર્તીની વહુનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

Image Source (Instagram: Madalsa M Chakraborty)

આ તસવીરો ઉપર અભિનેત્રી તસ્નીમએ કોમેન્ટ કરતા લખ્યું છે કે, “આ ભૂરા સમુદ્રમાં તે પાછી જવા માંગે છે.” મદાલસાના બીજા પણ ચાહકો તેની આ તસવીરો ઉપર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

મદાલસા શર્મા પ્રખ્યાત અભિનેત્રી શીલા શર્મા અને નિર્માતા-નિર્દેશક સુભાસ શર્માની દીકરી છે. શીલાએ 90ના દાયકામાં મહાભારતની અંદર દેવકીનો અભિનય કર્યો હતો. મદાલસા શર્મા અને મિમોહ ચક્રવર્તીના લગ્ન વર્ષ 2018માં થયા હતા.