મિથુનની વહુના મદહોશ કરનારા બોલ્ડ PHOTOS વાયરલ થયા, જોતા જ ચક્કર આવી જશે
એક સમયના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ મદલાસા શર્મા પણ લોકપ્રિયતાની બાબતે સસરાથી કમ નથી. મદાલસાએ મિથુન ચક્રવર્તીના દીકરા મહાક્ષય ચક્રવર્તી સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા છે.

મિથુન જેટલી જ લોકપ્રિયતા આજે તેની વહુ મદાલસા શર્માની છે. મદાલસા ટીવી અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શીલા શર્માની દીકરી છે. મદાલસા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે. ટીવીમાં સીધી-સાદી દેખાતી મદાલસા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે, તેનું એકાઉન્ટ પણ તેની દમદાર તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

તેનો પરિવાર પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલ હોવાથી તે પણ બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. મદાલસા હિન્દી, તમિલ, કન્નડ, પંજાબી અને જર્મન ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મદાલસાના પિતા સુભાષ શર્મા પણ એક જાણીતી પ્રોડ્યુસર છે. અભિનય શીખવા માટે મદાલસાએ કિશોર નમિત સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધી હતી. આ સિવાય તેણે ગણેશ આચાર્ય અને શ્યામક ડાવર પાસેથી ડાન્સ પણ શીખ્યો છે. મદાલસા ગણેશ આચાર્યના પ્રોડક્શનમાં બેનેલી ફિલ્મ એંજેલ માં કામ કરી ચુકી છે.

મદાલસા પણ પોતાની માં ની જેમ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મદાલસા હાલ ટીવી શો અનુપમામાં જોવા મળી રહી છે. શો માં મદાલસાના અભિનયને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ટીઆરપીની બાબતે આ શો આજે નંબર વન પર પહોંચી ગયો છે.

શો માં મદાલસાનું નામ કાવ્યા છે અને તે એક ભણેલી ગણેલી મોર્ડન છોકરી છે. શો માં કાવ્યાનો કિરદાર એકદમ સ્ટ્રોંગ છે. શો માં મદાલસા જેટલી ગ્લેમરસ દેખાય છે એટલી જ ગ્લેમરસ તે અસલ જીવનમાં પણ છે. મદાલસાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ તેની હોટ અને કાતિલાના તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

પોતાની લવસ્ટોરી વિશે વાત કરતા મદાલસાએ કહ્યું હતું કે,”પહેલા અમે બંન્ને સારા એવા મિત્રો હતા જેના પછી પ્રેમ થયો અને લગ્ન. આ બધું એટલું જલ્દી થયું કે કઈ ખબર જ ન પડી. એક દિવસ અમે લગ્નની બાબતે વાત કરી રહ્યા હતા અને આગળના ત્રણ મહિનામાં તો લગ્ન પણ કરી લીધા. અમારા બંનેનો પરિવાર પણ એકબીજાને સારી રીતે ઓળખતો હતો માટે તેઓ પણ લગ્ન માટે તરત જ માની ગયા”.

જો કે મદાલસાએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં તેલુગુ ફિલ્મ ફિટિંગ માસ્ટર દ્વારા કરી હતી. ફિલ્મ ખુબ હિટ રહી હતી અને મદાલસાના અભિનયને પણ ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. હાલ મદાલસા ટીવી શો અનુપમા પર ધ્યાન આપી રહી છે.

મદાલસા અવાર નવાર પોતાના એકાઉન્ટ પર પોતાની હોટ અને ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહી છે.તેની તસ્વીરો પણ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. મદાલસાની બિકીની તસ્વીરે તો સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી.