રસોઈ

મેકડોનાલ્ડ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ હવે ઘરે જ બનાવો – નોંધી લો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ … સાવ સરળ સ્ટેપ્સ છે

mcdonalds જેવા french fries ઘરે જ બનાવો…

સામગ્રી

  • ચાર મોટા બટાકા
  • તેલ તળવા માટે
  • મીઠું

રીત:-

સૌપ્રથમ બટાટાની છાલ કાઢી દો. છાલ કાઢીને એક મોટા બાઉલમાં પાણી લો અને તેમાં બટાકાની છાલ કાઢીને બટાકા મૂકો. જેથી બટાકા કાળા નહિ પડે.

ત્યાર પછી બટાકાને french fries કટર વડે કટ કરી દો. જો તમારી પાસે કટર ન હોય તો બટાકાને જ ઉભા ઉભા કટ કરી દો. french fries બનાવવા માટે લાંબા મોટા બટાકા લો તો વધારે સારું. કટ કરેલા બટાકા તે પાણીમાં રાખો.

હવે એક તપેલીમાં પાણી લઈ ને ગરમ કરવા મુકો અને તેમાં ચપટી મીઠું નાખવું. પાણી ગરમ થઈ ગયા પછી કટ કરેલા બટાકા ને પાણીમાં નાખો. પાંચ મિનિટ સુધી કટ કરેલા બટાકાને પાણીમાં રાખો. કટ કરેલા બટાકા ને વધારે ન બાફવા. કટ કરેલા બટાકા થોડા અધકચરા જ રાખવા.

બાફેલા કટ કરેલા બટાકા ને એક કપડામાં મૂકી દેવા. જેથી તે પાણી શોષી લેશે. ત્યાર પછી કોરા થયેલા બટાકાની ચિપ્સને એક પ્લેટમાં મૂકી દો. અને આપ લે તેને એક કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દો. ફ્રીઝમાં રાખવાથી તે ક્રિસ્પી બની જશે.

હવે એક કઢાઈમાં તેલ લો. પછી ફ્રેન્ચ ફ્રાઈસ ને તળી દો તળાઈ ગયા પછી. 15 મિનિટ પંખા આગળ મૂકી રાખવી. ત્યારબાદ પછી તેને ફરી તડવી જેથી ક્રિસ્પી થશે. હવે તળાયેલી ફ્રેન્ચ ફ્રાઈસ ઉપર થોડો ચાટ મસાલો અને મીઠું નાખવુ. અને કેચપ સાથે ખાવ.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ